ભરૂચ દહેજ રોડ ઉપર ફોર વિલ ગાડી ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી થયો ફરાર

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી જીતેન્દ્રભાઈ ભઈલાલભાઈ પરમાર રહે દશાના ગામ ગુજરાતી પ્રાથમિક શાળા પાછળ તાલુકો ભરૂચનાઓ તારીખ 15/01/2023 ના રોજ રાતના સાડા સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સાહેદ રણજીતભાઈ શંકરભાઈ રાઠોડ સાથે પોતાની બુલેટ મોટરસાયકલ ગાડી નંબર GJ 16 J 7575 નંબરની બુલેટ લઈ દશાન થી દહેગામ ખાતે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. દરમિયાન દહેજ થી ભરૂચ રોડ ઉપર આવતા ભરૂચ તરફથી એક ફોરવીલ ગાડી નંબર GJ 16 AU 9887 નંબરની ફોર વિલ ગાડી ચાલક પોતાના કબજાની ફોરવિલ ગાડી પુર ઝડપે હંકારી લાવી આ કામના ફરિયાદીની બુલેટ ગાડી ને પાછળથી જોરદાર ટક્કર મારી અકસ્માત કરી ઘટના સ્થળ પરથી ભાગી ગયો હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જીતેન્દ્રભાઈ ભઈલાલભાઈ પરમાર તથા રણજીતભાઈ શંકરભાઈ રાઠોડ મોટરસાયકલ સાથે રોડ ઉપર પટકાયા હતા આ અકસ્માતમાં ફરિયાદી જીતેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પરમારને જમણા પગે તથા એડીના ભાગે ઈજા પહોંચી હતી તથા રણજીતભાઈ શંકરભાઈ રાઠોડ ને જમણા પગના ઘૂંટણના ભાગે ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે અકસ્માત માં ઈજા પહોંચતા બંને ચાલકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ ભરૂચ રૂરલ પોલીસને થતા પોલીસે ફોરવીલ ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે