દેવનગરી મહેમદાવાદ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે ગજાનંદ મહારાજ ને છપ્પન ભોગ ની પ્રસાદી નો ભોગ ધરાવવામાં આવ્યો.... અનેકો ભક્તોએ લીધો દર્શનનો લાભ......

 શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાને ગજાનંદ મહારાજ ને એક ભક્તની મનોકામના પૂર્ણ થતાં " છપ્પન પ્રકારની વાનગી એટલે મીઠાઈ, ફરસાણ જેવા અનેક પ્રસાદી રૂપે પ્રથમ પૂજનીય એવા ભગવાન " ગજાનંદ મહારાજ" ને "છપ્પન ભોગ " ધરાવી સુંદર સજાવટ કરવામાં આવી હતી અને સવારથી લઈને દાદા ની સાંજ ની આરતી સુધી આ પ્રસાદી ધરાવવામાં આવી હતી જેથી કરીને આજે "ગણેશ ચોથ "હોવાથી આવનાર દરેક ભક્ત દર્શનનો લાભ લઇ શકે.

  શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ના ટ્રસ્ટી શ્રી એવા નરેન્દ્ર ભાઈ પુરોહિત ના હસ્તે મંદિરના મહંત શ્રી તેમજ શ્રેષ્ઠ ભૂદેવએવા પૂજારીયો દ્વારા પૂજા - અર્ચના, આરતી તેમજ થાળ કરાવી ભક્તો તેમજ દર્શનાર્થીઓ માટે " છપ્પન ભોગ ના દર્શન ખુલ્લા મુકતા ભક્તો માટે શ્રદ્ધા તેમજ આસ્થા સાથે આકર્ષણ રૂપી બનતા જય ગજાનંદ... જય ગજાનંદ... ના નારા સાથે મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.