નાની ટીટોડ ગામે રહેણાક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો બોટલો કબજે કરતી છોટા ઉદેપુર LCB

મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુર LCB પોલીસ સ્ટાફના માણસો કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન તેઓને બાતમી મળેલ કે નાની ટીટોડ ગામે રહેતી મહિલા ચોરી છુપી થિ ઇંગલિશ દારૂનું વેચાણ કરે છે જે બાતમિના આધારે છોટા ઉદેપુર LCB પોલીસ સ્ટાફના માણસો મોજે નાની ટીટોડ ગામે રહેતા નારીબેન રાયસીંગભાઇ રાઠવાના કબજા ના મકાનમાં પ્રોહીબ્યુશન અંગે રેડ કરતા મકાનમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના પ્લાસ્ટિકના હોલ મળી આવ્યા

છોટાઉદેપુર LCB પોલીસ સ્ટાફ ના માણસોએ રોયલ બ્લુ મેટ વિસ્કી 750 ML ના પ્લાસ્ટિકના બોટલો નંગ 06 કિંમત રૂપિયા 2.658 નો પ્રોહીબ્યુશન ના મુદ્દામાં કબ્જે કરી મહિલા આરોપી નારીબેન રાયસીંગભાઇ રાઠવા વિરુદ્ધ કવાટ પોલીસમાં થકે કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે