વડોદરામાં ગેરકાયદે કેમિકલ સંગ્રહ કરવાનું ગોડાઉન ઝડપાતા ચકચાર મચી ગઇ છે આ કાળો કારોબાર છેલ્લા પાંચ વર્ષથી ચાલતો હોવાની વિગતો સામે આવી છે.

રાજ્યમાં બોટાદના લઠ્ઠાકાંડ બાદ કેમિકલના ઉપયોગને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે ત્યારે વડોદરા નજીક આવેલા રણોલી ઔદ્યોગિક વસાહતમાંથી કેમિકલ સંગ્રહખોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે, પોલીસના ઝોન 1 એલસીબી પોલીસે
કેમિકલ ભરેલા 35 પીપ જપ્ત કર્યાછે.
પીપડા ધોવાની આડમાં ગોડાઉનમાં કેમિકલની ગેરકાયદે સંગ્રહખોરી કરવામાં આવી રહી હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા તેઓએ પીપડા ધોવાનુ ગોડાઉન રણોલી ખાતે હોવાનું શોધી કાઢ્યુ હતું.
તપાસ દરમિયાન પીપડા ધોવાની આડમાં કેમિકલની ગેરકાયદે સંગ્રહખોરી થતી હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને સધન તપાસ શરૂ કરી છે.

છેલ્લા પાંચ વર્ષથી જીપીસીબીની ધ્યાન બહાર કાળો કારોબાર ચાલતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
જવાબદાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, ડ્રમ ડીકોન્ટાનિમેશનના 6 એકમ રજીસ્ટર્ડ છે. શંકાસ્પદ એકમ ચલાવનાર અને સ્થળ માલીક કોણ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.