સબરજીસ્ટાર કચેરીએ થયેલ રેકોડીગ દસ્તાવેજ સાક્ષીઓ તપાસી પોલીસ તટસ્થ તપાસ હાથ ધરેતે ઇચ્છનીય

                    (મેરૂજી પ્રજાપતિ)

ગુજરાતમાં વ્યાજખોરીના ચક્કરમાં અનેક પરિવારો બરબાદ થયા હોય સરકારે વ્યાજખોરો સામે કડક પગલાં લેવા જાગૃતિ અભિયાન શરૂકરી સરાહનીય કામગીરી કરેલ છે. બનાસકાંઠા પોલીસવડા દ્વારા વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પ્રજાને જાગૃત અને પોલીસને કાર્યરત કરાયેલ છે. પોલિસ ભોગ બનનારની ફરિયાદ નોંધી રહી છે. વ્યાજખોરીની ચુગાલમાં ફસાયેલા લોકો ધીરે ધીરે પોલીસની શરણે આવવા લાગ્યા છે.

ત્યારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશને વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં ડીસા તાલુકાના દામા ગામના વ્યક્તિ પાસે તો વ્યાજખોરોએ રૂપિયા ૧૪ લાખના બદલામાં ૯૮ લાખની માગણી કરી બળજબરીથી તેની જમીનનો દસ્તાવેજ કરી જમીન પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધાવા પામેલ છે. ડીસા તાલુકાના દામા ગામના રમેશ બાબુજી સુથારે આઠેક વર્ષ અગાઉ તેઓને પૈસાની જરૂર પડતા લાખણી તાલુકાના ઝાકોલ ગામના ભુરાભાઈ રબારી અને તેમના ભાગીદાર અમિત દેસાઈ (રહે, મોટા કાપરા તાલુકો લાખણી) પાસેથી ટુકડે ટુકડે રૂપિયા ૧૪ લાખ લીધા હતા. જેની સામે તેઓએ ૬ લાખ ઉપરાંત તે સમયે વ્યાજ ચૂકવી દીધું હતું. પરંતુ બંને જણાએ પાંચ ટકા અને ત્યારબાદ ૧૦ ટકાથી વધુ વ્યાજ માંગતા તેઓ પૈસા ના ચૂકવી શકતા બંને જણાએ વ્યાજનું વ્યાજ તેમજ પેનલ્ટી મળીને રૂપિયા ૯૮ લાખ લેવાના નીકળે છે તેમ જણાવી વારંવાર ધાક ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી . રમેશ સુથારે તેઓને તેમની જમીન વ્યાજખોરોને ગીરોખત કરીને આપી હતી. પરંતુ રૂપિયા ૯૮ લાખ ચૂકવવાના હોવાથી બંને શખ્સોએ બળજબરીથી તેમની જમીનનો દસ્તાવેજ કરાવી જમીન પડાવી લીધેલ હોવાની ફરિયાદ નોંધાવા પામેલ છે. 

ત્યારે ચર્ચાસ્પદ બનેલ ફરિયાદ અંગે જાણવા મળ્યા પ્રમાણે જમીનનો ગીરોખત આજથી આઠવર્ષ અગાઉ થયેલ જે રજિસ્ટર્ડ કચેરીએ નોંધાયેલ છે. જ્યારે બેવર્ષ અગાઉ વેચાણ દસ્તાવેજ લાખણી સબરજીસ્ટર કચેરીએ થયેલ છે. ત્યારે સબરજીસ્ટાર શ્રીએ જમીન ધાકધમકી આપીને લીધેલ છે ? રૂપિયા મળી ગયા છે? તેવા નિવેદનો રેકોર્ડ કર્યા હશે વળી ૩૫ ડી. નીનોટિસ ની બજવણી વખતે કેમ ફરિયાદન નોંધાવી દસ્તાવેજ વખતે થયેલ સાક્ષી પાંચાભાઈ સુથારે જણાવેલ કે. દસ્તાવેજ સમયે અમો સાક્ષી હતા જમીન રૂપિયા આપી ખરીદેલ છે. વ્યાજે રૂપિયા આપ્યા હોવાની વાત તદ્દન ખોટી અને પાયા વિહોણી છે. ત્યારે સાક્ષીઓ વિગેરેના નિવેદન લઈ તપાસ કરવામાં આવેતો સત્ય બહાર આવી શકે તેવું કહેવાય છે.ત્યારે ડીસા તાલુકાપોલીસ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરાય તે ઇચ્છનીય છે.

આ ઉપરાંત ડીસા તાલુકાના સમશેરપુરા ગામના પ્રકાશ દેસાઈએ જોરાપુરા ગામના ધનાજી શાંતિજી ઠાકોર પાસે રૂપિયા દોઢ લાખ વ્યાજે લીઘેલ. જેમાં પ્રકાશે કુલ મળી રૂ.૨,૨૦૦૦૦ ચૂકવી દીધા હોવા છતાં ધનાજીએ દોઢ લાખની માંગણી ચાલુ રાખી પ્રકાશનું મોટરસાયકલ બળજબરીપૂર્વક પડાવી લીધું હતું .જે અંગે તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અને બટાકાની લેતીદેતી જેવા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. ઉલ્લેખનીય છે.કેવ્યાજના વિષચક્રમાંથી લોકોને ઉગારવાની સરકારની સરાહનીય કામગીરી બ.કાં. પોલીસ સભાનતાપૂર્વક નિભાવી રહી છે.ત્યારે અમુકલોકો સરકારના સકારાત્મક અભિગમનો ગેરલાભતો નથી ઉઠાવતાને તેવુ ચર્ચાઈ રહ્યું છે.