બગસરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં .૪૪ / ૨૦૦૮ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય ,
મજકુર આરોપીનું નામ.બગસરા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય
ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત ખાતેથી મજકુર લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ
ગોપાલ ભીખુભાઇ ચૌહાણ , ઉ.વ .૪૦ , મુળ રહે . ખંભાળીયા , તા.ભેંસાણ , જિ.જુનાગઢ , હાલ રહે.રાજકોટ , મોરબી જકાતનાકા , ઝુંપડપટ્ટી વિસ્તાર , તા.જિ.રાજકોટ ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ.અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા , તુષારભાઇ પાંચાણી , હરેશભાઇ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.