ગુજરાતની પ્રાથમિક શાળામાં અનિયમિત રહેનારા શિક્ષકો પર હવે તવાઈ આવશે. પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા,ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ પાસેથી માહિતી આવા શિક્ષકોના લિસ્ટની માંગણી કરાઈ છે. તેમજ ફરજમાં બેદરકારી, ગેરવર્તન, ગેરવર્તન બદલ આપાયેલી નોટિસ અંગે પણ માહિતી માંગવામા આવી છે.પ્રાથમિક શિક્ષણના નિયામકે અનિયમિતતા, ગેરવર્તન કરનારા શિક્ષકોની માહિતી મંગાવી છે. સાથે જ શાળાએ આપેલી નોટિસનો ખુલાસો આપ્યો છે કે નહીં તેની પણ માહિતી માંગી છે. તેમજ ખુલાસો યોગ્ય છે કે નહિ તે અંગેની પણ માહિતી માગવામાં આવી છે.ત્યારે આગામી દિવસોમાં અનિયમિત, ગેરવર્તન કે બેદરકારી દાખવનાર શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે.