પાટણ ખાતે જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,પાટણ,અમદાવાદ, મહેસાણા વગેરે જિલ્લાના બી.એડ અને પીટીસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જેમાં શ્રી સી.કે.મહેતા કોલેજ ઓફ પ્રાયમરી એજ્યુકેશન(પાલનપુર)ના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.તેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો નાઈ મયુર દિનેશભાઈ(રતનગઢ)એ ગુજરાતની તમામ જિલ્લાની ટીમમાં યોગાસનમાં પ્રથમ નંબર લાવી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.સારુ પ્રદર્શન કરવા બદલ મયુરને પાટણ જિલ્લા તાલીમ ભવનમાંથી મહેમાનોના હસ્તે ટ્રોફી અને સર્ટી એનાયત કરવામાં આવ્યું હતું.તદ્ઉપરાંત આ મયુરે રાજ્યકક્ષાએ રાજપીપળા ખાતે યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો.ત્યાં પણ એને ત્રીજો નંબર લાવી નામ રોશન કર્યો હતુ. મયુર લેખક પ્રવીણભાઈ નાઈ (રતનગઢ)નો ભત્રીજો છે.પ્રવીણભાઈએ પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.