થરાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો “લક્ષ્યવેધ ૫૧૨૪ “ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો,લક્ષ્યવેધ ૫૧૨૪ કાર્યક્રમમાં ૫૧૨૪ થી વધુ સ્વંયમ સેવકો એ થરાદ ના રાજમાર્ગો પર પથ સંચાલન કર્યુ.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર ભારત ભર માં ૯૮ વર્ષ થી “ વ્યક્તી નિર્માણ દ્વારા, રાષ્ટ્ર નિર્માણ “ અને હિંદુ સમાજ ના સંગઠન માટે સતત પ્રયાસરત છે, આ ભગીરથ કાર્ય દરેક ગામ સુધી પહોચે તેવા શુભ આશય થી થરાદ જિલ્લા દ્વારા લક્ષ્યવેધ ૫૧૨૪ “ જિલ્લા એકત્રીકરણ નું ભવ્ય આયોજન યુગાબ્દ ૫૧૨૪, વિક્રમ સવંત ૨૦૭૯ પોષ વદ ૮ ને રવિવારે તા: ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ “કેશવ નગર “ ગાયત્રી સોસાયટી ની સામે, નાની પાવડ રોડ , થરાદ મુકામે યોજાયો.રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના જન્મ શતાબ્દી વર્ષ પુર્વ થરાદ જીલ્લાના ૮ તાલુકા અને ૧ નગર કુલ ૯ એકમના બધાજ ગામોમાં ૪૧૯ ગામો માથી સ્વંયમ સેવકનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમા ૮૨૦૦ સ્વંયમ સેવકનુ રજીસ્ટ્રેશન થયુ હતુ. જેવા ૬૦૦૦ થી વધુ સ્વંયમ સેવકો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્વયંસેવકો માટે આ કાર્યક્રમ સવારે 8:30 થી સાંજે 5:30 સુધી નો હતોતમામ સ્વયંસેવકો આર.એસ.એસ. ના ગણવેશ માં હાજર રહ્યા હતા. જેમાં સ્વયંસેવકો દ્વારા સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી થરાદ શહેરના રાજમાર્ગો પર પથ સંચલન નીકળેલ,,જેમા થરાદ શહેરમાં વિવિધ સંગઠનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકો દ્વારા છેલ્લા બે માસ થી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી આ લક્ષ્યવેધ ૫૧૨૪ કાર્યક્રમમાં ૯ નગર બનાવવામાં આવ્યા હતા. જે નગરનુ નામ સ્થાનીક સંતોના નામ પરથી આપવામાં આવ્યા હતા. સાંજે 4:00 થી 5:30 જાહેર સમારોપ યોજવામાં આવ્યો હતો . જેમા સમગ્ર જીલ્લા માંથી આમંત્રીત મહેમાનો હાજર રહ્યા હતા.આ સમારોપ ના અતિથિ થરાદ ના તાલુકા આરોગ્ય અધીકારી માનનીય ડો.હરિષ્ચંદ્ર વિ.જેપાલ અને વકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના બૌધ્ધીક પ્રમુખ સુનીલભાઈ મહેતા હતા...