દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે એક વ્યક્તિએ ગીરવે મુકેલ જમીન છોડાવી લીધાં બાદ પણ અન્ય ઈસમો દ્વારા વ્યક્તિને તેની પોતાની જમીનમાં ખેતીકામ ન કરવા દેતાં અને મારક હથિયારો વડે હુમલો કરી એકને શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે. (રિપોર્ટ - રાજ કાપડિયા - 9879106469) ફતેપુરા તાલુકાના રાકવાડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં મહેશભાઈ સમુભાઈ પારગીએ પોતાના ગામમાં આવેલ પોતાની જમીનને ગામમાં રહેતાં મંગળાભાઈ બીજીયાભાઈ પારગી પાસે રૂા. ૧,૭૦,૦૦૦માં ગીરવે મુકી હતી. થોડા સમય બાદ ગીરવે મુકેલ જમીન મહેશભાઈએ મંગળાભાઈ પાસેથી છોડાવી લીધી હતી ત્યાર બાદ પણ મંગળાભાઈના હિસાબ પ્રમાણે ખેતરમાં થયેલ ખેડાઈ તથા અન્ય ખર્ચ સહિત રૂા. ૩,૦૯,૨૦૦ ચુકવી દીધા હતાં ત્યારે મહેશભાઈએ ખેતી કામ કરવા જતાં મંગળાભાઈ પારગી, દિનેશભાઈ બીજીયાભાઈ પારગી, હકજીભાઈ હીરાભાઈ પારગી અને રાજુભાઈ જાેગડાભાઈ પારગીનાઓએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લોખંડની પાઈપ, તલવાર વિગેરે જેવા તીક્ષ્મ હથિયારો સાથે મહેશભાઈ પારગી પાસે આવી મારક હથિયારો વડે મહેશભાઈને માર મારી પથ્થર મારો કરી શરીરે ઈજાઓ પહોંચાડી બેફામ ગાળો બોલી ખેતરમાં ખેતીકામ કરતાં રોકી કહેવા લાગેલ કે, તમારા ઘર ખાલી કરી જતા રહેજાે નહીતર આ વખતે તો જીવતા બચી ગયા છો બીજી વાર જીવતા નહીં રહો, તેમ ધાકધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહેશભાઈ બીજીયાભાઈ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
KKBKKJ Box Office Day 13: बॉक्स ऑफिस पर हिचकोले खाती सलमान खान की फिल्म, निराशाजनक रहा 13वें दिन का कलेक्शन
Kisi Ka Bhai Kisi Ki Jaan Box Office Collection Day 13: सलमान खान की फिल्म किसी का भाई किसी की...
अन्नपूर्णा रसोई पर लोगो के स्वास्थ्य के साथ खिलवाड़, देखे पूरा मामला
अन्नपूर्णा रसोई पर लोगो के स्वास्थ्य के साथ खिलवाड़, देखे पूरा मामला
Bike sales Report: पिछली महीने सुजुकी ने दर्ज की 30 फीसद की ग्रोथ, निर्यात की गई बाइक्स भी शामिल
सुजुकी मोटरसाइकिल इंडिया ने पिछले महीने 103336 यूनिट गाड़ियों की बिक्री की है जो पिछले साल इसी...
અપહરણના ગુનાના આરોપીને મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી પી ચિરાગ કોરડીયા તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટ નાઓ ગુમ...
ધાનેરા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ ધાનેરા વિધુત બોર્ડ દ્વારા કાપવામાં આવ્યું..
ધાનેરા નગરપાલિકા કચેરીનું વિજ જોડાણ સમયસર લાઈટ બીલ ભરવામાં ના આવતા ધાનેરા વિધુત બોર્ડ દ્વારા...