દિયોદર તાલુકાની હરિપુરા પ્રાથમિક શાળા દ્વારા બે દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમા પ્રથમ દિવસે વિધાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(એકતાનગર)ની મુલાકાત લઈ સરદાર સાહેબના લોકકાર્યો ની જાણકારી મેળવી હતી તથા ધર્મ નગરી એવી પોઈચાની મુલાકાતથી વિદ્યાર્થીઓએ ધર્મ સાથે વિજ્ઞાન સંગમ થી શું પરિવર્તન આવી શકે એની માહિતી મેળવી હતી.બીજા દિવસે પાવાગઢમાં પગથીયા ચઢીને શક્તિપીઠ મહાકાલી માતાનાં દર્શન કર્યા હતા સાથે સાથે ડાકોરના ઠાકોરના દર્શન કરી વિદ્યાર્થીઓએ ધન્યતા અનુભવી હતી તેમજ પ્રમુખ સ્વામી સતાબ્દી મહોત્સવમાં વિધાર્થીઓએ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન ,ગ્લો ગાર્ડન ,બાલ વાટીકાની મુલાકાત વગેરે આયોજન જોઈ વિધ્યાર્થી આશ્ચર્યચકિત થયા હતા.