લીંબડી રેલ્વે સ્ટેશન રોડ પર ચુનારાવાડ વિસ્તારમાં બળદેવ પાર્ક સોસાયટીમાં રહેતાં વાધેલા દેવજીભાઈની પુત્રી ગીતાબેને જણાવ્યું હતું કે તેમનાં લગ્ન તા. 30 મે 2019 ના રોજ લીંબડી તાલુકાના ધાધરેટીયા ગામે રહેતાં પરમાર ગણપતભાઈ કાળુભાઈના પુત્ર નરેન્દ્રભાઈ ગણપતભાઈ સાથે ત્રણેક વર્ષ પહેલાં થયાં હતાં. જ્યારે લગ્નન જીવનના છ એક માસ બાદ ગીતાબેનને તેમના સાસરિયાપક્ષ વાળા મારજુડ કરીને તેમજ દહેજની માંગણી કરીને ત્રાસ આપતા હોવાથી તેઓ તેમનાં પિતાને ત્યાં લીંબડી રહેતા હતા. ને તેમને ત્યાં પણ તેમના સાસરિયા વાળા આવીને તેમની પાસે દહેજ તથા એક લાખ રૂપિયા રોકડની માંગણી કરતા હતા. જ્યારે તેમના પિતા મજુરી કામ કરતાં હોવાથી એટલી બધી રકમની સગવડ ના થઈ શકે તેમ હોવાથી તેમજ તેમને તેમના પતિ નરેન્દ્રભાઈ તથા સસરા ગણપતભાઈ મારજુડ કરીને ત્રાસ આપતા હોવાથી તેમને છુટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.પરંતુ તેમના પતિ છુટાછેડા લેવા તૈયાર નહોતા તેમજ તેમના વાગતડીયા વોરા મહેન્દ્રભાઈ લાલજીભાઈ ખોટુ બોલીને લગ્ન કરાવ્યા હતા. અને તેઓ કહે છે. કે તમારે છુટું કરવુ હોય તો તમારી મોટી પુત્રીના સસરા ને પગે પડો તો છુટું થાય નહીંતર તમારી મોટી પુત્રીનું પણ ઘર બગડશે. તેવી તેમના ઘેર જઈને મારી નાખવાની પણ ધમકી આપતા હતા. જ્યારે આ બનાવ અંગે તેમણે ત્રણેક દિવસ પહેલાં લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.છતાંય પોલીસ તંત્ર દ્વારા કોઈ ઉકેલ ના આવતા તેમણે કંટાળીને ઝેરી દવા ગટગટાવીને જીવન ટુકાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે તેમણે તેમના સાસરિયા વિરૂદ્ધ સુસાઈટ નોટ પણ લખી હતી. જ્યારે આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તેમણે ગીતાબેનને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ બનાવન અંગેની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.