સમગ્ર રાજ્યમાં આજે આકાશ રંગબેરંગી પતંગોથી સુશોભિત થઈ ગયું છે. સૌ કોઈ આજે ધામધૂમથી ઉતરાયણના પર્વની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે દાન-પુણ્ય કરીને મકરસંક્રાંતિનાં પર્વની ઉજવણી કરી હતી. મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત વર્ષના 365 દિવસ તેમના નિવાસ સ્થાને હજ્જારો પક્ષીઓને ચણ તેમજ શ્વાન ,કાચબા અને ગાયોને ભોજન આપ્યા બાદ જ સવારની શરૂઆત કરે છે. ત્યારે મકરસંક્રાંતિના પર્વની શરૂઆત પણ મંત્રીશ્રીએ પશુ પક્ષીઓને ચણ ખવડાવી તેમજ દાન-પુણ્ય કરીને કરી હતી. માન. મંત્રીશ્રીએ લોકોને દાન-પુણ્ય કરવાની અપીલ પણ કરી હતી.સમગ્ર રાજ્યમાં ઉતરાયણના પર્વની ધામધૂમથી શરૂઆત થઇ ગયી છે. લોકો સમગ્ર પરિવાર તેમજ મિત્રો સાથે પતંગ ચગાવીને ફાફડા જલેબી અને ઊંધિયાની લહેજત માણી ઉતરાયણના પર્વને મનાવતા હોય છે. ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીશ્રીએ આજરોજ સૌને મકરસંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી. મંત્રીશ્રીએ લોકોને ખૂબ ધામધૂમથી તેમજ સાવચેતી અને સલામતીની સાથે ઉત્તરાયણનો પર્વ ઉજવવાની અપીલ કરી હતી. તેમજ લોકોને વધુમાં વધુ દાન-પુણ્ય કરવાની અપીલ કરી હતી.
રિપોર્ટર: અનિલ રામાનુજ રાધનપુર