બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરમાં ઉતરાણ નીમીતે પક્ષી બચાવો મહા અભિયાન ની શુંદર કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે,  "તમારી બે મિનીટની મજા"  "કોઇની આખી જીંદગીની સજા"  તા .૧૩,૧૪,૧૫ અને ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ આપની નજર માં કોઈ ઘાયલ પક્ષી આવે તો સેવાભાવી ટીમ નો સંપર્ક કરવા વિનંતી ઉતરાયણ પર્વ નિમિત્તે આપને કશે પણ કોઈ ઘાયલ પક્ષી જોવા મળે તો "7star ગ્રૂપ" તરુણ પરિષદ, રોટરેક્ટ ક્લબ ઓફ ડિસા, રોટરી ક્લબ ઓફ ડિસા અને ડીસા નગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી જાહેર કરેલ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરવો.