ડીસા તાલુકાના ઘણા વિસ્તારોમાં લીઝો ની પરમિશન આપવામાં આવી નથી છતાં માથાભારે માણસો દ્વારા મહાદેવીયા જોડે બનાસ નદીના પટમાંથી ખુલ્લેઆમ માટીનું ખોદકામ થઈ રહ્યું છે તો શું ? આ ગેરકાયદેસર લીઝો ચલાવનાર માથાભારે માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા કોઈ અધિકારીની હિંમત નથી કે પછી પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ....?

     કયા સક્ષમ અધિકારી દ્વારા બનાસ નદીમાંથી આટલા મોટા પ્રમાણમાં રેતી કાઢવાની મંજૂરી અપાય છે

    આખોલ, મહાદેવીયા, રાણપુર,છત્રાલા, ભડથ, વાસણા વગેરે ગામમાં બનાસ નદીના પટમાં ચાલતી લીઝો કાયદેસર કે બિનકાયદેસર? જો ગેરકાયદેસર હોય તો આ માણસો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે?