ખાંભા કોર્ટ ના મેરબાન જજ શ્રી સી. વી.ભટ્ટ સાહેબ ની ટ્રાન્સફર થતા ખાંભા વકીલ મંડળ તથા કોર્ટ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાઈ આપવા માં આવી...
ખાંભા નજીક રૂખડ ભગત ની વાવડી આશ્રમ માં વિદાઈ સમારોહ નું સુંદર આયોજન કરવામાં આવેલ.
આ સમયે ભટ્ટ સા.ની સુંદર કામગીરી ને સૌ વકીલ મિત્રો..તથા સ્ટાફે બિરદાવી હતી.
તેમજ શ્રી ફળ સાકર,શાલ,સ્મૂતી ભેટ અર્પણ કરવા માં આવેલ.
આ તકે ખાંભા વકીલ મંદિર ના પ્રમુખશ્રી બોરીસાગર સાહેબ,સિનિયર એડવોકેટ શ્રી રાજુભાઇ હરિયાણી,શ્રી પ્રકાશ ભાઈ ઢોલરીયા,શ્રી મુસ્તાક ખાન પઠાણ, અમરેલી બાર.ના પ્રમુખશ્રી ચંદ્રેશ ભાઈ મહેતા,શ્રી ડી.એમ.ભટ્ટ,કોર્ટ સ્ટાફ ના શ્રી. સામંત ભાઈ ભમ્મર,શ્રી વાળા ભાઈ,જુનિયયર એડવોકેટ શ્રી રાજુભાઇ રાઠોડ,શ્રી દિનેશ ભાઈ શાંખટ,શ્રી ગુલાભ ભાઈ સમા,શ્રી જનક ભાઈ જોશી,ભાર્ગવ ભાઈ પંડ્યા,હાજર રહ્યા હતા. ..તથા એડવોકેટ શ્રી કમલેશ દાદા એ સરસ મજા ની લોક સાહિત્ય ની વાતો કરેલ....તથા દરેક એડવોકેટ મિત્રો એ પ્રસંગ ને અનુરૂપ વ્યક્તવ્ય આપેલ હતું.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એડવોકેટ દિપક ભાઈ જોષી કરેલ હતું....