સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ,,,બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે, જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓના હિતમાં શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે-૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૨૦-૦૦ વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. માહિતી બ્યુરો પાલનપુર

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं