પેટલાદ તાલુકાના મોરાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના "ઉજાસભણી" પ્રોગ્રામ અંતર્ગત વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું." ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા" ઉપર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલા કાર્યક્રમમાં ડિજિટલ ટેકનોલોજીના જાણકાર રૂપિયાપુરાના રમેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. અને તેમણે તેમના વક્તવ્યમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને ગેરફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિર્મલદાન ગઢવી સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.