સવારના ૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૮ વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા પર પ્રતિબંધ,,,બનાસકાંઠા જિલ્લામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે, જિલ્લામાં શહેરી વિસ્તારમાં વહેલી સવારના ટ્યુશન ક્લાસીસમાં વિધાર્થીઓ અભ્યાસ કરવા જાય છે. આ ટ્યુશન ક્લાસમાં જતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઇ અપહરણ અને હત્યા જેવા ગંભીર પ્રકારના ગુનાઓ બને છે. ભવિષ્યમાં પણ આવા ગંભીર પ્રકારના ગુના બને તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આવા ગંભીર બનાવોના કારણે જાહેર સલામતિ અને શાંતિ જોખમાય છે. જેથી જાહેર સલામતિ તેમજ વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓના હિતમાં શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે-૭ વાગ્યા પહેલાં અને રાત્રે ૨૦-૦૦ વાગ્યા પછી શૈક્ષણિક ટ્યુશન ક્લાસીસ ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં બરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. માહિતી બ્યુરો પાલનપુર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠામાં ભારે ઠંડી ના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સમય ફેરફાર કરવા પરિપત્ર જાહેર
બનાસકાંઠામાં ભારે ઠંડી ના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સમય ફેરફાર કરવા પરિપત્ર જાહેર
सोलापूर विद्यापीठात अभाविपचे प्रतिकात्मक विद्यापीठ शुध्दीकरण आंदोलन
सोलापूर विद्यापीठात अभाविपचे प्रतिकात्मक विद्यापीठ शुध्दीकरण आंदोलन
सोलापूर - अखिल भारतीय...
બનાસકાંઠામાં ડીસા તાલુકાના પેપળુ ગામના પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા
બનાસકાંઠામાં ડીસા તાલુકાના પેપળુ ગામના પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા
ડીસામાં ટ્રાફીક, ગટર, રોડ અને વીજ કંપનીની સમસ્યાની રજૂઆતોનો ખડકલો
ડીસામાં શુક્રવારે ભાજપ, વહિવટી તંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા...
रूस ने यूक्रेन के ऊर्जा ढांचे पर 99 ड्रोन व मिसाइलों से किया अटैक, हमले से कई क्षेत्रों में बिजली आपूर्ति रही बाधित
यूक्रेन के विरुद्ध रूसी आक्रमकता बढ़ती जा रही है। उसने शुक्रवार को यूक्रेन की बिजली परियोजनाओं को...