જુનાડીસામાં PHC દ્વારા ડીજે એન મહેતા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરતા કિશોર અને કિશોરીઓ નું હેલ્થ ચેકપ કરવામાં આવ્યુ..

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુનાડીસા દ્વ્રારા જુનાડીસા ગામમાં આવેલી ડી જે એન મહેતા હાઈસ્કૂલમાં જેમાં ગુજરાત સરકાર ના એડોલ્સન્ટ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા તમામ કિશોર અને કિશોરીઓ ની લોહી ની તપાસ હિમોગ્લોબિન, બ્લડગ્રુપ ,તથા હાઈટ વેઇટ(વજન ઉંચાઈ) કરવા માં આવેલ આ ચેકપ કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો પી એમ ચૌધરી સાહેબ અને જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો હિમાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ અને લેબ ટેક જિજ્ઞા બેન શાહ, તેમજ જુનાડીસા 1 અને જુનાડીસા 2 સબ સેન્ટર ના આરોગ્ય કર્મચારી અરવિંદ દેલવાડિયા,કમલેશ મકવાણા, સી એચ ઓ શિવાની રાઠોડ,મહિમા ચૌહાણ, ફીમેલ હેલથ વર્કર બેન યશોધરા નાયક અને શાળા ના પ્રિન્સિપાલ પ્રમોદ ભાઈ એ પોતાની નેતિક ફરજ બજાવી સાથ સહકાર આપીયો હતો.

કેમ્પમાં આશરે 100 થી વધારે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની ઓનું હેલ્થ ચેકપ કરવામાં આવ્યુ હતુ, તેમજ મેડિકલ ઓફિસર શ્રી દ્વારા આરોગ્ય વિશે સમજ આપવામાં આવી હતી.