રામપુરા પાસે આખલો આડે આવી જતા બાઇક પર બેઠેલા યુવકનું મોત..

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

લાખણી તાલુકાના આગથળા ગામના ભરતજી ગણાજી ઠાકોર અને પાચાજી ગણાજી ઠાકોર બન્ને જણા બાઇક નંબર જીજે-08-સીએલ-7089 પર સવાર થઇ જઇ રહ્યા હતા..

 ત્યારે ગોઢા રેલ્વે ફાટક થી આગળ રામપુરા ગામ તરફ થરાદ હાઇવે રોડ પર વિરાજી વકતાજી જાટના ખેતરની આગળ રોડ પર આખલો આડે આવી જતા અચાનક ભરતજી ગણાજી એ બાઇકને બ્રેક મારતા બાઇક પર પાછળ બેઠલા પાંચાજી ગણાજી ઠાકોર (ઉ.વ.35) જે રોડ પર પટકાઇ જતા તેમનું મોત નિપજ્યુ હતું..

આ અંગે ભરતજી ગણાજીએ ભીલડી પોલીસ મથકે જાણ કરતા ભીલડી પોલીસએ મૃતકનુ લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવી મૃતદેહ વાલીવારસો ને સોપવામાં આવ્યો હતો..

જેની વધુ તપાસ એ.એસ.આઇ. જેન્તિભાઇ ચલાવી રહ્યા છે..