અમીરગઢ ધનપુરાની સીમમાં પતંગની દોરીથી એક ઈસમ ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમરાભાઇ નામનો વ્યક્તિ ધનપુરાની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પતંગની દોરી ગળાના ભાગે ઉતરતા આધેડ લોહી લુહાણ થયો હતો. તેને તાત્કાલીક 108 માં સારવાર માટે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ધનપુરા ગામની સીમ પાસે એક ઈસમના ગળાના ભાગે પતંગની દોરી ઉતરતા 108 દ્વારા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. અમરાભાઇ નામના ઈસમ ધનપુરાની સીમમાંથી પસાર થતાં તે સમયે ગળાના ભાગે દોરી ચાલી જતા અમરાભાઇ ગંભીર રીતે ઘાયલ થયા હતા ગળામાંથી લોહી જોતા સ્થાનિકો દ્વારા તાત્કાલીક 108 ને જાણ કરવામાં આવી હતી. 108 ઇ.એમ.ટી. લલીતભાઈ પરમાર અને પાઇલોટ અરવિંદભાઈ ચૌહાણ તાત્કાલિક ઘટનાસ્થળે પર દોડી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તને ઇમરજન્સી સારવાર આપી 108 મારફતે પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.