ખંભાતમાં ઉત્તરાયણની આગલી રાત્રિએ બે દિવસ બજાર ખુલ્લું રહે છે પતંગ રસિકો ઉત્તરાયણ પર્વને લઈને ખંભાત તરફ આકર્ષાયા છે.ખંભાતના રેલવે સ્ટેશનથી લઈને સરદાર ટાવર સુધી, લાલ દરવાજા સર્કલ વિસ્તારમાં પતંગોના સ્ટોલ, બ્યુગલ, ચશ્મા, ફુગ્ગા સહિત ખાદ્ય સામગ્રીની લારીઓ લાગી છે.નોંધનીય છે કે, ખંભાતમાં મોટા ભાગે ધંધો કરી ગુજરાત ચલાવનાર પરિવારો વસે છે.જેથી તહેવાર પર્વે દૂર શહેરો-રાજ્યોમાંથી પતંગ રસિકોનો તેમજ ખંભાતીઓનો મુખ્ય બજારમાં આગમન થતા ખંભાત ધમધમતું જોવા મળે છે.૧૨મી જાણ્યુઆરી અને ૧૩મી જાન્યુઆરીની રાત્રિએ રેલવે સ્ટેશનથી સરદાર ટાવર સુધી પતંગ બજાર ભરાય છે.જેમાં દર વર્ષે ભારે ભીડ ઉમટે છે.પતંગ બજારમાં વિશાળ આકર્ષક, કલાત્મક પતંગોની હરાજી બોલાય છે.મોડી રાત સુધી દોરી રંગવાનો ધમધમાટ રહે છે.
આ વર્ષે પ્રથમવાર ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે ખંભાતના પતંગ બજારની મુલાકાત કરી હતી.ધંધાર્થીઓ, દુકાનદારો, પતંગ રસિકોને કનડગત ઉભી ન થાય તે બાબતે ચર્ચા કરી હતી.સમગ્ર પર્વ શાંતિમય અને સલામત રીતે ઉજવાય તેને લઈને મુલાકાત કરતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.તેમજ તેઓનો પુષ્પાહાર પહેરવી ધંધાર્થી-વેપારીઓએ સ્વાગત કરી તેઓની સેવાને બિરદાવી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)