ડીસા તાલુકાના વરણ જેનાલ ગામે અટલ ભુજલ યોજના નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું
( બ્યૂરો રિપોર્ટ : નીરજ બોરાણા ડીસા )
જેનાલ વરણ ભીનમાળિયા હનુમાન મંદિરની બાજુમાં ભીનમાળીયા તળાવમાં અટલ ભુજલ યોજના હેઠળ બોરવેલનુ ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી વરદ હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું
કેન્દ્ર સરકારની અટલ ભુજલ યોજના અંતર્ગત તળાવના વધારાનું પાણી વહી ના જાય એ હેતુથી કેન્દ્ર સરકારનો પાઇલોટ પ્રોજેક્ટ આધુનિક રિચાર્જ બોરવેલ વરણ જેનાલ ગામના ભીનમાળિયા તળાવ ખાતે બનવા જઈ રહ્યો છે જિલ્લાનો આ પ્રોજેક્ટનુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું
લોકપ્રિય યુવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિત માં આ સમારંભમાં દરેક રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો પર્યાવરણ પ્રેમીઓ અને વરણ સરપંચ શ્રી જેનાલ સરપંચ શ્રી પ્રભાતસિંહ દરબાર લક્ષ્મીપુરા સરપંચ શ્રી બાબુભાઇ પ્રજાપતિ વરણ તાલુકા ડેલિકટ શ્રી અમરસિંહ દરબાર અણદાજી જાટ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને ગ્રામજનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા..