જુનાડીસા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ખાસ વાર્ષિક શિબિર નો સમાપન કાર્યક્રમ તારીખ :-10 /1 /2023 ના રોજ નવા પ્રાથમિક શાળામાં યોજાયો હતો સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કેમ્પસ ડાયરેક્ટર પ્રમોદભાઈ મહેતા સાહેબ તથા આર પી ઠાકોર સાહેબ ( ભૂતપૂર્વ સ્પોર્ટ્સ ટીચર) બંને મહેમાનોએ સાત દિવસની સુંદર કામગીરી બદલ પ્રોગ્રામ ઓફિસર અનાવાડીયા વિષ્ણુભાઈ લાલાભાઇ તથા નિમેષભાઈ જોશી તથા રાવળ આરતીબેન તેમજ NSS સ્વયં સેવકો ભાઈઓ બહેનો, તેમજ સંયોગી અધ્યાપોને અભિનંદન આપ્યા હતા. 3 જાન્યુઆરી થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન આયોજિત આ શિબિરમાં માર્ગ સલામતી, પર્યાવરણ જાળવણી ,સ્વચ્છતા અભિયાન ,મહિલા શિક્ષણ, મહિલાઓ ને લગતા આરોગ્યના પ્રશ્નોની ચર્ચા, વ્યસન મુક્તિ, મહિલા સશક્તિકરણ, લોક સંપર્ક, સફાઈ અભિયાન, યોગ પ્રાણાયામ નું મહત્વ શિક્ષણ ક્ષેત્રે, સ્પોર્ટ્સ ડે શાળાના વિદ્યાર્થીઓ સાથે ,ગામ જાગૃતિ અભિયાન, શાળા કેમ્પસની સફાઈ, શેરી નાટકો તેમજ રામધૂન ભજન સંતવાણી સત્સંગ કાર્યક્રમ વગેરે ,જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સાત દિવસ દરમિયાન પ્રોફેસર આરતીબેન રાવળ ,પ્રોફેસર યોગેશ ભાઈ ત્રિવેદી ,પ્રોફેસર દર્શનભાઈ સોલંકી ,પ્રોફેસર પરેશભાઈ દેસાઈ એ સહયોગ આપ્યો હતો તેમ જ નવાગામના સરપંચ શ્રી કુવરજી ઠાકોર સાહેબ ,તથા નવા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહદેવજી ઠાકોર સાહેબ ,તેમજ તેમનો સ્ટાફગણ, ગામના દૂધ મંડળીના મંત્રી અમૃતભાઈ દેસાઈ તથા મંડપ ડેકોરેશન (શ્રી ગણેશ )દાતા પ્રજાપતિ મુકેશભાઈ ,ડેલિકેટ શાંતિજી ઠાકોર ,ભૂતપૂર્વ ડેલિકેટ નાઢજીજી ઠાકોર ,HMC પ્રમુખ મગનભાઈ દેસાઈ ,ભૂતપૂર્વ સરપંચ મથુરજી ઠાકોર, ડેપોટી સરપંચ ખુરશીભાઈ પ્રજાપતિ, ચંદનરામ મહારાજ તથા ગામના સમસ્ત આગેવાનો તથા શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો વગેરે લોકોનો ખૂબ સાથ અને સહકાર મળ્યો હતો. સ્વયંસેવકોની ઉત્તમ કામગીરીને I/C. પ્રિન્સિપાલ ડો.વિશાલભાઈ બારોટ સાહેબે બિરદાવી હતી