ડીસા તાલુકાના માણેકપુરા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના આજે 70 વર્ષ પૂર્ણ થતા શાળામાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી 70 વર્ષ પહેલા માણેકપુરા ગામ ખાતે શરૂ થયેલી આ પ્રાથમિક શાળામાં અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારના અનેક બાળકોએ અભ્યાસ કર્યો છે અને અભ્યાસ કરી આગળ સુધી સારી નામના મેળવી છે ત્યારે આજે માણેકપુરા ગામે આવેલી પ્રાથમિક શાળાના 70 વર્ષ પૂર્ણ થતા શાળાના ટ્રસ્ટી ગણો દ્વારા સુંદર ઉજવણી કરી હતી જેમાં 70 વર્ષ પૂર્ણ થતા આજે કેક કાપવામાં આવ્યો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. માણેકપુરા ગામ ખાતે યોજાયેલ આ ઉજવણી પ્રસંગે ગામના સરપંચ ધુખજીજી, શાળા સંચાલક મંડળ, શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
લતીફ સુમરા