પાટણ જિલ્લાના હારીજ તાલુકાના માંસા ગામે આજરોજ રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માનનીય કલેટરશ્રી સુપ્રિત ગુલાટીની અધ્યક્ષતામા આયોજીત આજની રાત્રીસભામાં કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરીને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. વિવિધ યોજનાની જાણકારી જે તે વિભાગના પ્રતિનિધિ દ્વારા આપવામા આવી હતી. કિસાન સન્માન નિધિ યોજના, તાડપત્રી સહાય યોજના, સબ મર્શીબલ પંપ યોજના, માતૃ શક્તિ યોજના, ICDS ખાતાની યોજનાં,  આરોગ્ય ખાતાની યોજનાં જેમ કે કે વેક્સીનેશન, પી. એમ.જે.વાય યોજના, આયુષ્યમાન યોજના, વય વંદના, નિરાધાર યોજના, વિધવા સહાય, નેશનલ ક્રુડ સિક્યુરિટી એક્ટ, વારસાઈ નોંધ, આધાર કાર્ડ  વગેરે જેવી યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતા.  ત્યારબાદ કલેકટરશ્રીએ સરપંચશ્રી ઉપરાંત ગામવાસીઓના પ્રશ્નો સાંભળ્યા હતા.  જેમાં પાણી, રસ્તાઓના પ્રશ્નો મુખ્ય રહ્યાં હતા. પ્રશ્નોનાં સમાધાન માટે કલેક્ટરશ્રીએ પાણી પુરવઠા અધકારીશ્રી અને ગામના સરપંચશ્રી સાથે સંવાદ કર્યા બાદ આ પ્રશ્નનો ઉકેલ ત્વરિતપણે આવે તે માટે સુચન કર્યું હતુ. રસ્તાના પ્રશ્નના  નિરાકરણ માટે કલેકટરશ્રીએ માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીશ્રી સાથે ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ ગ્રામજનોને આયુષ્યમાન યોજનાંનો લાભ લેવા માટે જણાવ્યું હતુ તેમજ જેઓને આયુષ્યમાન કાર્ડ મેળવવા હોય તેઓ જલ્દી મેળવી લે તેવો અનુરોધ પણ કર્યો હતો. કલેક્ટરશ્રીએ લોકોને  વેક્સિન લેવા, ગામના 15 કુપોષિત બાળકોને દત્તક લઈને તેમને  સરકારની યોજનાઓના લાભ અપાઈ  તેઓ સુપોષિત થાય  ઉપરાંત તમાકુ ના વ્યસન થી ગામવાસીઓને દૂર રહેવા  આજની રાત્રીસભામાં અનુરોધ કર્યો હતો. આ રાત્રીસભામાં કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘ ગુલાટી, માંસા ગામના સરપંચશ્રી, પ્રાંત અધકારીશ્રી સમી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પાટણ, પ્રોગામ ઓફીસરશ્રી, ICDS પાટણ, કાર્યપાલક ઇજેરશ્રી, પાણી પુરવઠા, પાટણ, મામલતદારશ્રી હારીજ, તાલુકા વિકાસ અધકારીશ્રી હારીજ ઉપસ્થિત રહ્યા હતાં.