અમેરિકામાં વિમાન સેવા બંધ:કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામી સર્જાતા 3500થી વધુ ફ્લાઈટ્સને અસર, વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ બાઈડને રિપોર્ટ માગ્યો..NOTAM (નોટિસ ટુ એર મિશન) સિસ્ટમમાં ખામીને કારણે બુધવારે USમાં તમામ ફ્લાઇટ્સ ઠપ થઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 3578 ફ્લાઈટ્સ લેટ થઈ ચૂકી છે. 450 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. સિવિલ એવિએશનની વેબસાઈટ પર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ રાષ્ટ્રપતિ બાઈડને રિપોર્ટ માગ્યો. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે.