સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469

જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો 

 જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન માટે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ સ્પર્ધાનું જિલ્લાની ૬ સહિત સંતરામપુર વિધાનસભા બેઠક ખાતે આયોજન કરાયું છે. સાંસદ ખેલ સ્પર્ધા આગામી તા. ૨૧, ૨૨ અને ૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે. સ્પર્ધામાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે એ માટે સાંસદશ્રીએ જણાવ્યું હતું.

રિપોર્ટ - રાજ કાપડિયા 

આ રમતો દાહોદનાં એકલવ્ય સ્કુલ ખરેડી, ગરબાડાના પાંડુરંગ ઉત્તર બુનીયાદી શાળા, અભલોડ, ફતેપુરાના આઇ.કે. દેસાઇ હાઇસ્કુલ, દેવગઢ બારીયા રમત ગમત સંકુલ, જીએલ હાઇસ્કુલ સીંગવડ, એસઆરપી ગ્રુપ મેદાન પાવડી, ઝાલોદ, એસપી હાઇસ્કુલ સંતરામપુર ખાતે યોજાશે. જેમાં ત્રણ દિવસમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ક્રિકેટ ભાઇઓ, રસ્સા ખેંચની રમતો યોજાશે.

આ રમતોમાં વિજેતા ખેલાડીઓ ત્યાર બાદ જિલ્લા કક્ષાની રમતોમાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની રમતો દેવગઢ બારીયાના રમત ગમત સંકુલ ખાતે તા. ૨૪ અને તા. ૨૫ જાન્યુઆરીએ યોજાશે. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસ્સાખેંચ, આર્ચરી, ક્રિકેટ, હોકી, સ્વિમિંગ, જુડો, કરાટે, કુસ્તી સહિતની રમતોનો સમાવેશ કરાયો છે. આ રમતોમાં ૧૬ વર્ષથી ઉપરના ખેલાડી ભાઇ બહેનો ભાગ લઇ શકશે. વિધાનસભા કક્ષાની તેમજ જિલ્લા કક્ષાની રમતોના વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. 

બેઠકમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, એઅસપી શ્રી જગદીશ બાંગરવા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.