રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે કડીબદ્ધ અને કટિબદ્ધ એવી ગાંધીનગરની એન.જી.ઓ. હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર સંસ્થા દ્વારા ગાંધીનગર સેક્ટર 15 ખાતે અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવૉર્ડ 2022 સમારોહ કાર્યક્રમનું આયોજન સામાજીક કાર્યકર અનારબેન પટેલના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું હતું.જેમાં હેરિટેઝ ટૂરિઝમના પૂંજાબાપુ વાળા,લેખક કિશોર મકવાણા,ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અને પર્યાવરણવિદ મનિષ વૈદ્યના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું.
જેમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને કલાને ઉજાગર કરવા માટે સતત સઘન કાર્ય કરનાર મુંબઈ-દિવ ઉપરાંત ગુજરાતના 25 જિલ્લાના કુલ 86 મહાનુભાવોને શિક્ષણ સાહિત્ય લેખન સંશોધન પ્રકાશન પ્રવાસન પર્યાવરણ ફોટોગ્રાફી લોક જાગૃતિ માટીકલા ચિત્રકલા સંગીતકલા હસ્તકલા નૃત્યકલા કઠપૂતળી કલા હાસ્યકલા ગાયન કલા બોટલ આર્ટ ક્રાફટ વર્ક સંસ્કૃતિ વારસો વેગેરે ક્ષેત્રમાં એવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.જે પૈકી બનાસકાંઠાના વડગામના નીતિનભાઈ પટેલને પર્યાવરણ,ડીસા તાલુકાના માલગઢના જીતેન્દ્રકુમાર મગનાજી ટાંક (કવિ જીમ)ને લેખન,અંબાજીના જયંતીભાઈ જોશીને પ્રવાસન અને થરાદના શિવનગરના વિષ્ણુભાઈ સુથારને હસ્તકલા ક્ષેત્રે અતુલ્ય વારસો એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.અતુલ્ય વારસોના ચીફ એડિટર કપિલ ઠાકરે એવૉર્ડ વિજેતા સૌકોઇને વતનના વારસા સ્થળ માટે સવિશેષ અને નેત્રદીપક કાર્ય કરવા આહવાન કર્યું હતું.સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. શિવશંકર જોશીએ કર્યું હતું અને આભારવિધી રોનક રાણાએ કરી હતી.