ડીસા તાલુકાના ભીલડી ગામમાં ધો. 6 માં અભ્યાસ કરતાં બાળકે રૂ.75,000 ની મળી આવેલી સોનાની ચેન મૂળ માલિકને પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખોવાયેલા ચેન પરત મળી આવતાં મહીલાએ બાળક સહીત તેના પરિવારનો આભાર માન્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકાના બોડાલ ગામમાં રહેતાં કિસ્મતબેન ઠાકોર બોડાલથી ભીલડી તરફ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં રૂ. 75,000 ની કિંમતની અંદાજીત અઢી તોલા સોનાની ચેન રસ્તામાં પડી ગઇ હતી. જે ચેન મુડેઠા નજીક આવેલા ગણેશપુરા પ્રાથમિક શાળામાં ધો. 6 માં અભ્યાસ કરતાં ઋષિક રાઠોડને મળી આવી હતી. જે ચેન લઇ ઋષિક તરત જ શિક્ષકો પાસે પહોંચ્યો હતો. બાદમાં શાળાના શિક્ષકોએ તપાસ કરતાં આ ચેન કિસ્મતબેનની ખોવાઇ ગઇ હોવાનું જાણવા મળતાં તેમનો સંપર્ક કરી શાળાએ બોલાવ્યા હતા. વિદ્યાર્થી, ગામના આગેવાનો અને શિક્ષકોના હસ્તે ચેન મૂળ માલિકને પરત આપી હતી. ધો. 6 માં અભ્યાસ કરતાં બાળકની ઇમાનદારી જોઇ લોકો ગદગદીત થઇ ગયા હતા અને બાળક સહીત તેના પરિવારનો આભાર માન્યો હતો.