રાજસ્થાનમાં સગડીના ધુમાડામાં ગૂંગળાઈ જવાની બે ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. ચુરુ જિલ્લાના રતનગઢમાં ઠંડીથી બચવા માટે રૂમમાં સગડી સળગાવીને સૂતેલા પરિવારના 3 લોકોના મોત થયા છે. ત્રણ મહિનાની બાળકીની હાલત ગંભીર છે. બીજી તરફ બીકાનેરમાં આવી જ ઘટના ઘટી છે. જેમાં પતિ - પત્નીના મોત નિપજ્યા છે.  રાત્રે અમરચંદ પ્રજાપતની પત્ની સોના દેવી ( 58 ), પુત્રવધૂ ગાયત્રી દેવી ( 36 ), પતિ રાજકુમાર , પૌત્રી તેજસ્વિની ( 3 ) અને 3 મહિનાનો પૌત્ર ખુશીલાલ સૂઈ રહ્યા હતા. રાત્રે ઠંડીથી બચવા સાસુ અને વહુએ રૂમમાં સગડી સળગાવી હતી. સવારે આઠ વાગ્યા સુધી તેમના રૂમનો દરવાજો ન ખૂલતાં અમરચંદે દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ અવાજ નઆવતા અમરચંદે બારીમાંથી જોયું તો બધા ખાટલા પર સૂતા દેખાયા. કોઈ હલચલ ન દેખાઈ માત્ર 3 મહિનાનો પૌત્ર ખુશીલાલ રડતો હતો. અમરચંદ બારીમાંથી રૂમમાં ઘુસી. પત્ની, પુત્રવધૂ અને પૌત્રી મૃત પડ્યા હતા . દાદાએ ત્રણ મહિનાના પૌત્રને બહાર કાઢ્યો. પાડોશી બાળકને હોસ્પિટલ લઈ ગયા. બાળકની હાલત ગંભીર થતા તેને ચુરુના ડીબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું. ત્યાં માસૂમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતુ. બિકાનેરના બીછવાલ સ્તારમાં ગૂંગળામણને કારણે બિહારના રહેવાસી પતિ-પત્નીનું મોત થયું હતું. કરણી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતા હતા.  અનિલ ( 40 ) અને પૂર્ણિમા ( 36 ) રાત્રે સગડી સળગાવીને રૂમમાં સૂતા હતા. સવારે જ્યારે ઘરમાં કોઈ હિલચાલ ન દેખાઈ ત્યારે આસપાસના લોકોએ તેમને જોતા બંનેના શરીરમાં કોઈ હલચલ ન જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બંનેને પી.બી.એમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |