લોકોની ફરિયાદો સીધી જ મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રીના કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે એક વોટ્‌સએપ નંબર ૭૦૩૦૯૩૦૩૪૪ જાહેર કરવામાં આવ્યો..

ગુજરાતમાં ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવીને ભાજપની સરકાર કામે લાગી ગઈ છે. ડબલ એન્જિન સરકાર દ્વારા રાજ્યમાં વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોની ફરિયાદો સીધી જ મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રીના કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા માટે એક વોટ્‌સએપ નંબર ૭૦૩૦૯૩૦૩૪૪ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર રાજ્યનો કોઈપણ નાગરીક ફરિયાદ કરી શકશે.પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત શાસનની ધૂરા સંભાળ્યા બાદ તેઓ કંઈક નવું કરવાના પ્રયત્નો કરતાં રહ્યાં છે. તેમણે ગુજરાતના નાગરીકોને કોઈ જ તકલીફ ના રહે તે માટે એક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યનો દરેક નાગરીક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે જાહેર કરવામાં આવેલા એક વોટ્‌સએપ નંબર પર લોકો પોતાની ફરિયાદ કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયને હવે સોશિયલ મીડિયા સાથે જોડવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે.

આ માટે ૭૦૩૦૯૩૦૩૪૪ વોટ્‌સએપ નંબરથી લોકો મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંપર્ક સાધી શકશે. આ નંબર મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રીના કાર્યાલયના વોટ્‌સએપ નંબર પરથી એક ઓટો જનરેટેડ મેસેજ મળશે. મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્યાલય સાથે જોડાવવા આ ૭૦૩૦૯૩૦૩૪૪ વોટ્‌સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્‌સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્‌સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સુશાસન પરિપાટીએ મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર પહેલ

સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરતાં ઇ-મોડ્યુલ્સઃ

CM વોટ્‌સએપ બોટ?

વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું માર્ગદર્શન આપશે..મુખ્યમંત્રીની મુલાકાત માટેના સંપર્ક સૂત્રની માહિતી આપશે.. મુખ્યમંત્રી રાહત નિધિનો લાભ મેળવવાની માહિતી આપશે

નાગરિકો પોતાના સૂચનો સીધા જ મુખ્યમંત્રીશ્રીને આ વોટ્‌સએપ બોટ દ્વારા નંબર ૭૦૩૦૯૩૦૩૪૪ પર મોકલી શકશે

વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ 

મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા મુલાકાતીઓની રજુઆત-ફરિયાદના સમાધાન માટે ડીજીટલ પ્રણાલી ‘વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ 

 જુદી-જુદી ફરિયાદ/રજુઆતને વિવિધ સ્તરે અલગ તારવી તેના નિરાકરણ માટેનું સંપૂર્ણ ફોલોઅપ આ મોડ્યુલ દ્વારા લેવાશે

અર્બન ગ્રિવેન્સ રીડ્રેસલ મોનીટરીંગસિસ્ટમ

રાજ્યની ૮ મહાનગરપાલિકાના શહેરીજનોની ઓનલાઇન ઓફલાઈન ફરિયાદોના રીયલ ટાઇમ મોનીટરીંગ માટે મહાનગરપાલિકાઓની વેબસાઇટ્‌સને સી.એમ ડેશબોર્ડ સાથે જોડી દેવામાં આવી

મહાનગરોના પ્રત્યેક ઝોન-વોર્ડ અને વિસ્તારમાંથી આવેલી ફરિયાદોનું કેટલા સમયમાં નિવારણ થયું તેની રિયલ ટાઇમ સમીક્ષા પણ મોડ્યુલ મારફતે કરી શકાશે