અંબાજી માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નો રૂ.16,500 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી..

બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરીઓથી બનતા અકસ્માતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ એક્શન મૂડમાં છે. ત્યારે જિલ્લામાં વિવિધ પ્રકારની પ્રતિબંધિત ચાઈનીજ દોરીનું વેચાણ કરતા વ્યક્તિઓ સામે કારવાઈ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે અંબાજી પોલીસ વિસ્તારમાં પણ ચાઈનીઝ દોરી પર વેચાણ પર લગામ લગાવવા માટે અંબાજી પોલીસ પણ અંબાજી વિસ્તારમાં સતત નજર રાખી રહી છે..

જે.આર.મુથલીયા (પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ) તથા અક્ષરાજ મકવાણા (પોલીસ અધિકારી બનાસકાંઠા જિલ્લો) દ્વારા પતંગ ચગાવવાના માંજા અથવા દોરી કે જે નાયલોન સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલી હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તે ઉપરની સંપૂર્ણ પ્રતિબંધો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી આ પ્રકારના કેસો શોધી કાઢવા સારું જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન કરતા ડો.જે.જે. ગામીત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ અંબાજી પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.પટેલ તથા અંબાજી પોલીસ સ્ટાફ અંબાજી વિસ્તારમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમી ના આધારે અંબાજીના 8 નંબર ખાતે વિસ્તારમાં હિના કનેક્શન નામની દુકાનની સામે ગલીમાં આવેલા ઘરમાં પ્રતિબંધિત ચાઈનીઝ પતંગ દોરી રાખી વેચાણ કરે છે..

આ પ્રકારની હકીકતના આધારે પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ પર રેડ કરતા ઘરમાંથી ઝડપી તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ સિન્થેટિક દોરી રોલ 72 નંગની કિંમત રૂપિયા 16500 નો મુદ્દામાલ પકડી પાડી ચાઈનીજ દોરીનો કેસ કરવામાં આવ્યો છે. તો અંબાજી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે..