ધાનપુર પોલિસે રામપુર સીમોડા ફળિયામાં ગતરોજ સાંજે ધાનપુર પોલિસે ઓચિંતી રેડ પાડી ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કટીંગ કરવા જતી વેળાએ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઈકો ગાડી ઝડપી પાડી ગાડીમાંથી પોલિસે હજારો ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી રૂપિયા અઢી લાખની કિંમતની ઈકો ગાડી મળી રૂા. ૩,૦૨,૪૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમની અટક કર્યાનું તેમજ અન્ય બે જણા નાસી ગયાનું જાણવા મળ્યું છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરો
(રચનાત્મક ચિત્ર)
રામપુરા સીમોડા ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય પોપટભાઈ અમરસીંગ પટેલ, રાહુલભાઈ ફુલસીંગભાઈ પટેલ, શૈલેષભાઈ મનુભાઈ પટેલ તથા ધનાર પાટીયા ગામના દીતાભાઈ સનુભાઈ ભાભોર એમ ચારે જણાએ એકબીજાના મેળપીપણામાં તેમના કબજાની જીજે-૦૪ ઈ.એ-૨૯૭૭ નંબરની ઈકો ગાડીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના રૂપિયા ૪૨,૮૦૦ની કુલ કિંમતના પ્લાસ્ટીકના કવાર્ટર નંગ-૪૦૦ તથા માઉટ બીયરના રૂા. ૯૬૦૦ની કિંમતના ટીન નંગ-૯૬ મળી રૂા. ૫૨,૪૦૦નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરીના ઈરાદે ધનાર પાટીયા ગામે દીતાભાઈ સનુભાઈ ભાભોરની પાસે મંગાળી રામપુરા સીમોડા ફવિયામાં પોપટભાઈ અમરસીંગ પટેલના ઘરે ઉતાર્યો હતો. અને રાહુલ ફુલસીંગ પટેલ તથા શૈલેષ મનુભાઈ પટેલે તેમના કબજાની ઈકો ગાડીમાં ભરી કટીંગ કરવા માટે જતા હતા તે વખતે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ધાનપુર પોલિસે પ્રોહી રેડ પાડતાં રાહુલ પટેલ તથા શૈલેષ પટેલ પોતાની ઈકો ગાડી મૂકી નાસી ગયા હતા જ્યારે પોપટભાઈ પટેલ ઘરે હાજર હોવાથી પોલિસે તેની અટક કરી રૂા. ૨,૫૦,૦૦૦ની ઈકો ગાડી તથા રૂા. ૫૨,૪૦૦ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી રૂા. ૩,૦૨,૪૦૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ચારે જણા વિરૂધ્ધ ધાનપુર પોલિસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.