કઠલાલ ના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા, ખેડા જિલ્લાના કઠલાલ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર અને નાયબ મામલતદાર નરેન્દ્રસિંહ દિલાવર સિંહ ઝાલાએ પીઠાઇ ગામમાં આવેલી ખેતીની જમીનના દસ્તાવેજ અંગેની કાચીનોંધ ને પાકી નોંધ કરી પ્રમાણિત કરી આપવા ફરિયાદી પાસે માંગેલા રૂપિયા 25 હઝારની લાંચ લેતા નડિયાદ ખેડા ACB એ રંગે હાથે ઝડપ્યા..

*એસીબી સફળ ટ્રેપ*

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી :નરેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા, હોદ્દો : સર્કલ ઓફીસર અને નાયબ મામલતદાર, મામલતદાર કચેરી કઠલાલ, તા. કઠલાલ, જી. ખેડા (વર્ગ-૩) 

લાંચની માંગણીની રકમ : રૂ. ૨૫,૦૦૦ /-

લાંચની સ્વિકારેલ રકમ : રૂ. ૨૫,૦૦૦ /-

લાંચની રીકવર રકમ : રૂ. ૨૫,૦૦૦ /-

ટ્રેપ તારીખ : ૦૫.૦૮.૨૦૨૨

ટ્રેપનું સ્થળ : આરોપીની ઓફીસમાં, મામલતદાર કચેરી કઠલાલ, તા. કઠલાલ, જી.ખેડા

ટુંક વિગત : એવી રીતે કે ફરીયાદીના કાકા તથા દાદા એ મોજે પીઠાઇ તા. કઠલાલ જી. ખેડા ખાતે ખેતીની જમીન વેચાણ રાખેલ હતી. જેનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કઠલાલ સબ-રજીસ્ટ્રારની કચેરી ખાતે નોંધાયેલ હતો. જેની કાચી નોંધ તા. ૨૦.૦૬.૨૦૨૨ ના રોજ પડેલ હતી. સદર કાચી નોંધને ગઇ કાલ તા. ૦૪.૦૮.૨૦૨૨ ના રોજ ૪૫ દિવસ પુર્ણ થવા આવેલ હોવા છતાં આરોપીએ સદર કાચી નોંધને પ્રમાણિત કરી પાકી નોંધ મંજુર કરેલ ન હોય જેથી ફરીયાદી આરોપીને તેમની ઓફીસે રૂબરૂ મળતા આરોપીએ જણાવેલ કે આજે છેલ્લો દિવસ છે હું આજે તમારી નોંધ નામંજુર કરીશ તો તમારે પ્રાંત કચેરી ખાતે જવું પડશે. જેથી ફરીયાદીએ વિનંતી તથા રકજક કરતા આરોપીએ રૂ. ૪૫,૦૦૦/- વહેવાર પેટે આપશો તો જ વેચાણ રાખેલ ખેતીની જમીનના દસ્તાવેજ અંગેની કાચી નોંધને પાકી નોંધ કરી પ્રમાણિત કરી આપીશ તેવું જણાવેલ. ૪૫ દિવસ પુરા થતા હોય આરોપીએ લાંચ પેટે માંગેલ રૂ. ૪૫,૦૦૦/- ફરીયાદી જો ના આપે તો આરોપી પાકી નોંધ કરશે નહી અને નોંધ નામંજુર કરશે અને ફરીયાદીને પ્રાંત કચેરી ખાતે જવુ પડે તેમ હોય જેથી વેચાણ દસ્તાવેજની નોંધ આરોપી નામંજુર કરે નહી તે માટે ફરીયાદી ના છુટકે માંગ્યા મુજબની લાંચ આપવા સંમત થયેલ. જે પૈકી ફરીયાદી પાસેથી આરોપીએ ગઇકાલે જ રૂ. ૨૦,૦૦૦/- લાંચ પેટે મેળવી લીધેલ અને બાકીના રૂ. ૨૫,૦૦૦/- આજ રોજ આપી જવાનું જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૨૫,૦૦૦/- લાંચ પેટે સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત

નોંધ : ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

ટ્રેપ કરનાર અધિકારી :

શ્રી જે.આઇ.પટેલ,

પોલીસ ઇન્સ્પેક્ટર

ખેડા એસીબી પો.સ્ટે. નડીયાદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી :

શ્રી કે.બી.ચુડાસમા

મદદનીશ નિયામક,

એસીબી,અમદાવાદ એકમ, અમદાવાદ.

પ્રેસ રિપોર્ટર : વારિસ સૈયદ

હિંમતનગર.