ગઈ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. એને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી, જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના વેઈટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા છે. ત્યારે બોમ્બ-સ્કવોડ દ્વારા બૉમ્બ-ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. NSG ની બે ટીમે વિમાનની તપાસ કરી હતી અને મુસાફરોના તમામ સામાનની તપાસ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર વિમાનમાંથી બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. NSG ક્લિયરન્સ આપ્યા બાદ ફ્લાઈટે ટેક ઓફ કર્યું હતુ.