કડી તાલુકાના મેળા આદરજ ગામે બે દિવસ અગાઉ એક યુવાને એક ઇસમને મોબાઈલ આપ્યો હતો. જે યુવાન મોબાઈલના પૈસાની ઉઘરાણી કરતાં જ ઇસમે ઉશકેરાઈ જઈને લોખંડની પાઇપ વડે યુવાનનું મોત નીપજાવી નાખ્યું હતું. જે બાબતે બાવલું પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કડી તાલુકાના મેડા આદરજ ગામે રહેતા અને મૂળ ચરાડાના વતની રમેશભાઈ રાવળ કે જેઓ મેળા આદરજ ખાતે રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને બે દીકરા છે જેનું એક દીકરાનું નામ કરણ અને બીજાનું રોહિત છે. જેઓ પરિવાર સાથે ગામની અંદર જ રહે છે અને રમેણભાઈ દીકરા કરણે આજથી બે દિવસ અગાઉ તેમના જ ગામના રમેશજી ઠાકોરને મોબાઈલ ફોન આપ્યો હતો.

કડીના મેડા આદરજ ગામે રમણભાઈ રાવળ અને તેમનો દીકરો કરણ બંને જણા તેમના ઘરે ચાલતા જઈ રહ્યા હતા. જે દરમિયાન ગામના રોડ ઉપર આવેલ બાપા સીતારામ મઢુલી પાસે પહોંચતા સામેથી આવી રહેલા રમેશજી ઠાકોર જેવો હાથમાં લોખંડની પાઇપ લઈને આવતા હતા. જે દરમિયાન રમણભાઈના દીકરાએ રમેશજી ઠાકોરને કહ્યું કે, આજથી બે દિવસ અગાઉ મારી પાસે તમે મોબાઈલ ફોન લઈ ગયેલા હતા. તો તેના પૈસા તો મને આપી દો અથવા મારો ફોન મને પાછો આપી દો. જ્યાં રમેજીએ કહ્યું કે, શેની વાત અને સેનો ફોન?, તો કરણે કહ્યું કે, આજથી બે દિવસ પહેલા મેં તમને ફોન આપ્યો હતો. તેની વાત કરું છું. જેવું કહેતા જ ઉશ્કેરાઈ જઈને રમેશ અપશબ્દો બોલવા લાગ્યો હતો. જ્યાં રમણભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા રમેશ ગડદાપાટુંનો માર મારવા લાગ્યો હતો.

મેડ આદરજ ગામે રમણભાઈ અને તેમનો દીકરો કરણ મોબાઈલની ઉઘરાણી રમેશજી ઠાકોર પાસે કરી રહ્યા હતા. જે દરમિયાન ઉશકેરાઈ જઈને રમેશજી ઠાકોરે કરણ ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરી નાખ્યો હતો. જ્યાં કરણને કાનના પાછળના ભાગે ઇજાઓ પહોંચતા તેને લોહી નીકળવા લાગ્યું હતું. જ્યાં રમણભાઈએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને રમેશજી ઠાકોર ત્યાંથી ભાગી છુટ્યો હતો. જ્યાં પ્રાઇવેટ રીક્ષાની અંદર કરણને કુંડળ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કરણનું ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યાં બાવલુ પોલીસે રમેશ ઠાકોર ઉપર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.