આજ નો દિન વિશેષ.

👉 10જાન્યુઆરી નો દિવસ બધા જ ભારતીયો તથા હિન્દી પ્રેમીઓ માટે ખાસ છે,કારણ કે આજનો દિવસ આખા વિશ્વમાં હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હિન્દી દુનિયાની સૌથી વધુ બોલતી ભાષામાંથી એક છે, વિશ્વ હિન્દી દિવસની શરૂઆત 2006 માં થઈ હતી. 10 જાન્યુઆરી 1975 ના રોજ નાગપુર ખાતે વિશ્વ હિન્દી પરિષદ યોજાઇ હતી આ પ્રથમ પરિષદની યાદગીરીમાં આજના દિવસે હિન્દી ભાષાના પ્રચાર પ્રસારને પ્રોત્સાહન આપવા 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. હિન્દી ખાલી એક ભાષાની પરંતુ ભારતીય સંસ્કૃતિની વાહક ભાષા પણ કહેવાય છે. જેથી લોકો તેમની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ થી જોડાયેલા રહે છે.હિન્દી આજે વૈશ્વિક ભાષા બની રહી છે અને તેનો પ્રચાર અને ફેલાવો સતત વધી રહ્યો છે ભારતમાં 14 સપ્ટેમ્બર ને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1949માં આ દિવસે સંવિધાન સભાએ હિન્દી ભાષાને પહેલીવાર સત્તાવાર ભાષા નું સ્વીકાર્યું છે...