બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે 3 મોટર સાઇકલ મળી સાથે 2 રીઢા ચોર શખ્સોને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. મળેલી બાતમી હકીકત આધારે દિયોદર-ભેસાણા ચાર રસ્તા પાસે 2 શખ્સો એક મોટર સાઇકલ લઇને આવતાં પોલીસે રોકી તેમની પૂછપરછ કરતાં બંને શખ્સોને દિયોદર પોલીસ સ્ટેશન લઇ જઇ ચોરીના ગુનાઓનો ભેદ એલ.સી.બી. એ ઉકેલ્યો હતો.
એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત આધારે દિયોદર-ભેસાણા ચાર રસ્તા પાસેથી અનાજી બાબુજી મકવાણા અને રાહુલભાઇ બાલાજી મકવાણા (બંને રહે.વડાણા, તા. દિયોદર) વાળાઓને નંબર પ્લેટ વગરના હીરો કંપનીના વાદળી કલરના મોટર સાઇકલ સાથે ઝડપી પાડી પૂછપરછ કરતાં તેમણે બંનેએ આશરે 6 માસ અગાઉ દિયોદર વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કુલની ગલીમાથી ચોરેલ હોવાનું જણાવતાં આ બંને શખ્સોની વધુ પૂછપરછ કરતાં જણાવેલ કે, છેલ્લા આઠ દસ માસમાં દિયોદર બજારમાંથી 03 મોટર સાઇકલ ચોરેલ હોય જે પૈકી 02 મોટર સાઇકલ રાહુલભાઇ બાલાજી ઠાકોર (રહે. વડાણા, તા. દિયોદર) વાળાના રહેણાંક ઘરે ઢાળીમાં સંતાડેલ જે ચોરેલ કુલ 3 મોટર સાઇકલ હીરો સ્પ્લેન્ડર પ્રો . નં. GJ-08-AR-6719 જે દિયોદર વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કુલની ગલીમાં રસ્તામાથી 6 માસ અગાઉ ચોરેલ, હીરો સ્પેલેન્ડર પ્લસ નં. GJ-24-AC-1229 જે 8 માસ અગાઉ દિયોદર બજારમાંથી પાંજરાપોળ સામેથી ચોરેલ અને હીરો સ્પ્લેન્ડર પ્રો નં. GJ-24-AB-4715 જે 10 માસ અગાઉ દિયોદર બજારમાંથી લોહા વાદીમાંથી ચોરેલ wil જે ત્રણ 3 મોટર સાઇકલ કુલ મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી કબ્જે કરેલ મુદ્દામાલ દિયોદર પોલીસ સ્ટેશન સોંપી કબ્જે કરી દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.