સારા સમાચાર :- કર્મનિષ્ઠ અને વહીવટી કુશળ એવા રાજુભાઈ રાઠોડ ને સિનિયર ક્લાર્ક તરીકે મળી બઢતી....દિયોદર ખાતે શ્રી વી.કે.વાઘેલા સ્કૂલના કર્મનિષ્ઠ અને વહીવટી કુશળ એવા રાજુભાઈ આઈ.રાઠોડ ને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા ના વહીવટી સંઘ પ્રમુખ આનંદભાઈ સાથે તમામ હોદેદારો અને શાળાના આચાર્ય વી.કે.બારોટ તેમજ જિલ્લાના અગ્રણી વહીવટી મિત્રો ના હસ્તે સિ.ક્લાર્ક નો પ્રમોશન નો ઓર્ડર આપવમાં આવ્યો હતો. રાજુભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી તમામ મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રાજુભાઈ રાઠોડ તારીખ :- ૦૩/૦૭/૨૦૦૧ ના રોજ શાળામાં પટ્ટાવાળા ની નોકરીમાં શરૂ કરી હતી. ત્યારબાદ ૧૦/ ૮ /૨૦૦૯ ના રોજ જુનિયર ક્લાર્ક માં નોકરી મળી હતી.ત્યારે તાજેતરમાં તારીખ :- ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ જુનિયર ક્લાર્ક માંથી સિનિયર ક્લાર્ક માં પ્રમોશન મળ્યું છે. ત્યારે સૌ રાજુભાઈ ના શુભચિંતકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજુભાઈ રાઠોડે પણ શાળાના પ્રમુખ તેમજ,આચાર્ય સહિત સ્ટાફ મિત્રોના આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રમોશન મળતા શાળાના પ્રમુખ પ્રવિણસિંહજી વાઘેલાએ પણ વ્યક્ત કર્યો હતો...