નગીચાણા ગામના ખેડૂતો દ્વારા આક્રોશ પુર્વક પી જી વી સી એલ માંગરોળ ને આવેદનપત્ર પાઠવ્યું 

યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું : ભાવેશભાઇ પીઠીયા  

થોડા દિવસો પહેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જતાં નુકસાની વેઠવી ખેડૂતો મુસકેલી માં મુકાયા હતા હાલ મગફળી ના પાકને પીયત ની જરુર પડતા પુરતા પ્રમાણમાં પાવર ન મડતા ફરી વખત નગીચાણા ગામના ખેડૂતો મુસ્કેલી માં મુકાયા છે 

માંગરોળ તાલુકાના નગીચાણા ગામના આગેવાનો ખેડૂતો તથા ભાજપ પરીવાર ના સભ્યો એ સાથે મળીને વાળી વિસ્તારોમા પાવર ની સમસ્યા ને અનુરૂપ પી.જી.વી.સી.એલ કચેરીના નાઇબ.ઇજનેર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું 

ખેતીવાડી વિસ્તારમાં વારંવાર પાવર ફોલ્ટી થતું હોય આઠ કલાક થ્રી ફેઈજ પાવર માંથી સતત ૪૫ મીનીટ થી વધુ પાવર ન રહેતો હોય લાઇનો ટ્રીપ અને ફોલ્ટી થતી હોવાથી ખેડૂતો ને પુરતા પ્રમાણમાં પાવર તેમજ વોલટેજ પુરતા પ્રમાણે નમડતા હોવાના કારણે ખેડૂતો ને મુસકેલી નો સામનો કરવો પડતો હોય તેવું હાલ ખેડૂતો દ્વારા નાયબ ઇજનેર જણાવ્યું હતું સાથે-સાથે એલટી લાઇન ના પોલ તેમજ એલટી ક્રોસમ ઇન્સયુલેટર વાયર હાલ સાવ કંડમ હાલતમ હોય તેમજ ૧૧ કેવી અને એલટી લાઇન ઘણા પોલ પર એકી સાથે પોલ ઉપર થી પસાર થતી હોય તેનો વિભાજન કરવા અને ૧૧ કેવી તથા એલટી લાઇનો ને અલગ અલગ કરવા તેમજ નવી ગેંગ સ્વિચો ઉભી કરવામાં આવે તેમજ જે ખેડૂતો દ્વારા લોડ વધારો માંગવા આવેલ છે તેને વહેલી તકે પુરતો લોડ આપવામાં આવે તેમાં નવા ટીસી ઓ ઉભા કરવામા આવે તો ખેડૂતો ને પુરતા પ્રમાણમાં પાવર મળી રહે તેવુ આયોજન પુર્વક કામ કરે તેવી ખેડૂતો એ માંગણી કરી હતી સાથે સાથે જો આ બાબતે કોય નક્કર પગલાં લેવામાં નહીં આવે તો નગીચાણા ગામના ખેડૂતો પીજીવીસીલ કચેરી ખાતે અન્ન ત્યાગ કરી કચેરી સામે ધામા નાખશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચિમકીઓ ખેડૂતો એ ઉચ્ચારી હતી 

થોડા સમય પહેલા જ નગીચાણા અને ફરંગટા ફીડર ને સીલ ૬૬ કેવી માંથી ચંદવાણા ૬૬ કેવીમાથી નવું ફીડર મોતીવાવ નામથી જોડવામાં આવેલું હતું ત્યારે તેમાંથી હાલ લોડ વધી જતાં નગીચાણા ફિડર ને ફરી શીલ ૬૬ કેવી માથી જોડવામાં આવે અને ફરંગટા ફીડર જે જુનું હોય તેને મોતીવાવ ફીડર અને ચંદવાણા ૬૬ કેવીમા જોડવા મા આવે તો ખેડૂતો નો આ જટીલ પ્રશ્નો નો હલ થાય એમ છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યુ હતું  

આ આવેદન પત્ર તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતિનિધિ જેઠાભાઈ ચુડાસમા અને તાલુકા પંચાયત ના કારોબારી સમિતીના ચેરમેન ગોવભાઈ ચાંડેરા અને માજી સરપંચ નારણભાઇ તથા ભ બક્ષી પંચ મોરચા ભાજપના પ્રમુખ ભાવેશભાઇ પીઠીયા તથા ભાજપ પરીવાર ના આગેવાન યોગેશભાઇ પીઠીયા અને કરસનભાઇ ભુવા ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી વિક્રમભાઇ પીઠીયા મુસ્લિમ અગ્રણી અકબરખાન તથા ગ્રામ જનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આક્રોશ પુર્વક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ