ખંભાત ઓ.એન.જી.સી ખાતે ફરજ બજાવતા ડ્રાઈવરોને છુટા કરાતા કંસારી સ્થિત ઓ.એન.જી.સી ખાતે હડતાલ પર ઉતરી સુત્રોચ્ચાર કર્યા હતા.
પ્રાપ્ત માહિતીનુસાર, ખંભાતના ૪૦ જેટલા દ્રાઇવરોને નોકરી પરથી કાઢી મુક્યા છે.તેઓને પરત લેવાની માંગણી કરી છે.તદઉપરાંત હડતાલ પર ઉતરેલા દ્રાઇવરોને ફેરવેલ પોલીસી મળતી નથી.ઓ.એન.જી.સી કોન્ટ્રાકટરને ફેરવેલ આપે છે તે કોન્ટ્રાકટર દ્રાઈવરોને આપતા નથી.એટલુ જ નહીં પેટલાદ શાખા ફેડરેલ બેંકમાં ૨૬,૩૦૦ પગાર પડે છે.તેના એટીએમ, પાસબુક તથા ચેકબુક કોન્ટ્રાકટર પાસે છે અને તેમાંથી ૧૫ હજાર રોકડ પેટે આપે છે.આર.એલ.સીમાં.વારંવાર રજુઆત કરવામાં આવી છે.તેમજ કેસ પણ દાખલ કરાયો છે.કોન્ટ્રાકટરો મનસ્વી વર્તન કરી દ્રાઈવરોને અન્યાય કરી રહ્યા છે.જેઓના ભ્રષ્ટાચારને દૂર કરવા માંગણી કરી છે.નોંધનીય છે કે, ઓ.એન.જી.સીના અધિકારીઓનું કહેવું છે કે, દ્રાઇવરો યુનિયનમાંથી રાજીનામુ મૂકે તો તેઓને પરત નોકરીમાં લેવડાવીએ.હજી સુધી પી.એફ કે ફેરવેજ પોલિસી મળી નથી.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368