ખંભાત તાલુકા સાયમા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીન પર બનાવેલ કાચું બાંધકામ અને ચાર વિઘા જમીનમાં ઉગાડેલ તમાકુના પાક પર ટ્રેકટર ફેરવી દબાણો દૂર કરતા દબાણકર્તાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ખંભાત તાલુકાના સાયમા ગામે મોટી ક્યારી તરીકે ઓળખાતા વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર-૫૧૧ તથા ૫૧૮ ઉપર ગેરકાયદેસર રીતે ગામના એક ઇસમે બનાવેલ કાચા બાંધકામ પર બુલડોઝર ફેરવી દઈ સાયમા ગ્રામ પંચાયતે દબાણ દૂર કર્યો છે.તદઉપરાંત ૪ વીઘા જમીનમાં ઉગાડેલ તમાકુના પાક ઉપર ટ્રેકટર ફેરવી દબાણ હટાવાયુ હતું.

આ વિવાદાસ્પદ ગૌચરના દબાણ બાબતે સાયમાના સરપંચે જણાવ્યું હતું કે, પૂર્વ સરપંચે મનસ્વી રીતે જમીન આપી હતી.જેનો અમે કાયદેસર વિરોધ કરી સરકારમાં રજુઆત કરતા સરકારના જવાબદાર અધિકારીની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીન પર કરેલ ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવ્યું છે.તેમજ ૪ વીઘા જમીનમાં ઉગાડેલ તમાકુના પાક પર ટ્રેકટર ફેરવી નષ્ટ કરેલ છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવની કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે દબાણ દૂર કરાતા એક સમયે વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368