ડીસા ઝેરડા ગામે ભાગવત કથાનું સુંદર આયોજન કરાયું મોટીસંખ્યામાં ભક્તો કરી રહ્યા છે કથાનું રસપાન 

પવિત્ર પોષ મહિનામાં ઠેરઠેર ભાગવત સપ્તાહ તરીકે કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ડીસા તાલુકાના વતની અને હાલમાં ડીસા રહેતાં વિનોદભાઈ જોષી દ્વારા સર્વ સમાજના આગેવાનો સાથે મળીને ઝેરડા ગામે સવઁ સમાજના પિત્રુ મોક્ષાઅર્થે તથા ગૌસેવા અર્થે ભાગવત કથાનો આજથી પ્રારંભ થયો હતો જેમાં તા- ૭/૧/૨૦૨૩ના રોજ આગ માતાના મંદીરથી શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા કથા સ્થળ પર પહોંચી હતી જેમાં મોટીસંખ્યામાં ભક્તજનો જોડાયા હતા જ્યારે કથા સ્થળ પર શ્રી રાજારામ ગૌશાળા આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી રામરતનજી મહારાજ સહીત સાધુ સંતોની ઉપસ્થિતિમાં દિપ પ્રગટાવીને કથાનો શુભારંભ થયો હતો શ્રીમદ ભાગવત કથામાં વક્તા તરીકે પુજય શ્રી યશવંતજી મહારાજ કથા રસપાન કરાવી રહ્યા છે ઝેરડા ગામે શ્રીમદ ભાગવત કથાના આયોજનમાં તારીખ 7. 1.2023 થી‌ ૧૩/૧/૨૦૨૩ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો કથામાં ઉપસ્થિત રહીને કથાનું રસપાન મેળવવા ઉમટી પડી રહ્યા છે પ્રથમ દિવસે ભાગવત કથામાં પોથી યાત્રા નીકળી હતી અને આજે બીજા દિવસે શ્રીમદ ભાગવત કથાના બીજા દિવસે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત રાજકીય આગેવાનો હોદેદારો પણ ઉપસ્થિત રહીને કથામાં શાસ્ત્રી શ્રી યશવંતજી મહારાજના આશીવચન લીધા હતા જ્યારે ઝેરડા ગામની પાવન ધરતી પર યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત કથામાં સોનામાં સુગંધ ભળી ગઈ હોય તેમ આજે જૈની મુની પરમ પૂજય યોગતિલક મહારાજ શ્રી પધાર્યા હતા અને કથા મંડપમાં પગલાં કરતાં ઝેરડા ગામની ધર્મપ્રેમી જનતાને શ્રી યોગતિલક મહારાજની અમુત સમાણ વાણીનો લાભ લીધો હતો જ્યારે ગુરુ મહારાજ સાથે તપસ્વી મહારાજ સાહેબો પણ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જ્યારે ઝેરડા ગામે યોજાઈ રહેલ સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહીને કથાનું રસપાન મેળવવા કથાના આયોજક વિનોદભાઈ જોષી દ્વારા લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું