વડીયા પોલીસ સ્ટેશનનાં કુંકાવાવ આ.પો.વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટીક બનાવટની દોરીઓની ફિરકીઓ નંગ -૦૪ કી.રૂ .૮૦૦ / - ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી વડીયા પોલીસ ટીમ.
પકડાયેલ આરોપી....
નરેશભાઇ કરશનભાઇ કાનાણી ઉ.વ .૪૮ ધંધો - હિરા ઘસવાનો રહે મોટી કુંકાવાવ ભકિતનગર તા.વડીયા જી.અમરેલી ,
પકડાયેલ મુદ્દમાલ....
કુંકાવાવ ટાઉન વિસ્તારમાંથી MONO SKAY લખેલ પ્રતિબંધિત ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટીક બનાવટની દોરીઓની ફિરકીઓ નંગ -૦૪ કિ.રૂ .૮૦૦ / ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમના વિરૂધ્ધમાં વડીયા પો.સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરેલ છે .
અમરેલી જિલ્લામાં આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર સ્કાય લેન્ટર્સ ( ચાઇનીઝ તુક્કલ ) તેમજ ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટીક બનાવટની દોરીઓના વેચાણ તેમજ ઉપયોગ ન કરવા અંગે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધ મુકવામાં આવેલ.
આ કામગીરી ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જાહેરનામાનો ભંગ કરી ચાઇનીઝ દોરીઓનુ વેચાણ તેમજ ઉપયોગ કરતા અટકાવવા માટે આપેલ સુચના અન્વયે વડીયા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ કે.કે.ઓડેદરા ના માર્ગદર્શન નીચે વડીયા પો.સ્ટેના કુંકાવાવ આ.પો.ના હેડ.કોન્સ બી.કે , મોરવાડીયા તથા હેડકોન્સ પી ડી.કલસરીયા તથા પો.કોન્સ એજી.મોડ નાઓ દ્વારા કરવામાં આવી
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.