બનાસકાંઠા ની અમીરગઢ ચેકપોસ્ટ પર 29 લાખનો દારૂ ઝડપાયો..

 ગુજરાત, રાજસ્થાન પોલીસ ની સંયુક્ત કાર્યવાહી એક ઝડપાયો 2 ની શોધખોળ..

રાજસ્થાન - ગુજરાત બોર્ડર ની અમીરગઢ ચેકપોસ્ટ પર બંને રાજ્યો ની પોલીસ ને દારૂ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે..

રાજસ્થાન એટીએસ અને અમીરગઢ પોલીસે આઇસર ટ્રક માંથી ભારતીય બનાવટ નો 28 લાખ 97 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે..

સાથે જ એક ઇસમને પકડી પાડી બે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

અમીરગઢ પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો બોર્ડર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ માં હતા.. 

તે દરમિયાન રાજસ્થાન તરફ થી એક આઈસર ગાડી પૂરઝડપે આવતી હતી, જેને બેરીકેટીંગ કરી ઉભી રખાવી ચેક કરતાં હતાં ત્યારે રાજસ્થાન ATS ના પોલીસ સ્ટાફના માણસો ત્યાં આવ્યા હતા અને તેઓ આ ગાડીનો પીછો કરતાં હોવાનું જણાવ્યું હતું..

જેથી રાજસ્થાન ATS તથા અમીરગઢ પોલીસ ના માણસોએ સંયુક્ત કામગીરી કરી આ આઈસર ટ્રકનું શંકાસ્પદ જણાતા ચાલક ને સાથે રાખી ટ્રક પર ની તાડપત્રી હટાવી બોક્ષમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી..

તપાસ દરમિયાન કુલ 695 પેટી માંથી 18312 બોટલ મળી આવી હતી, જેની અંદાજે કિંમત 28 લાખ 79 હાજર 940 હતી..

કુલ મુદ્દામાલ સહિત રાજસ્થાન ના રહેવાસી ગૌતમ ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસર ની કાર્યવાહી કરી છે..