જસદણમાં રહેતા હરેશભાઇ લાલજીભાઇ તોગીયા જાતે.પટેલ ઉવ.૪૮ ધંધો. ડાયમંડનું કારખાનુ છે જેઓ રહે જસદણ આટકોટ રોડ સોલીટાર સોસાયટી ખાતે રહે છે. જેઓ તા.૦૭/૦૧/૨૦૨૩૨૦૨૩ના રાત્રીના આશરે સાડા દશેક વાગ્યે ઘરે હાજર હતા તે વખતે તેનો નાનો દિકરો દિન બજારેથી ઘરે આવેલ અને રોવા લાગેલ જેથી તેને પુછતા તેણે કહેલ કે "હું તથા મારા મિત્રો દક્ષ તથા યાજ્ઞીક જયેશભાઇ ડોલરીયા અમે બધા મિત્રો ચિતલીયા કુવા રોડ ઉપર ડીવાઇડર પુરૂ થાય ત્યા જનતા પાનની દુકાન પાસે રોડના કાઠે બેસેલ હતા ત્યારે ત્યા જસદણ લક્ષમણનગરના નાકે રહેતા ઘનશ્યામભાઇ સરીયા તથા તેમની સાથે અન્ય એક ભાઇ આવેલ અને અમને કહેવા લાગેલ કે અહીયા મોડે સુધી બેસવાનુ નહી અહીથી જતા રહો તેમ કહેતા અમોએ તેને કહેલ કે હમણા થોડીવારમાં જતા રહીશુ તેમ વાત કરતા ઘનશ્યામભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને દિન તથા તેના મિત્રોને જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને દીને ગાળો દેવાની ના પાડતા આ ધનશ્યામભાઇ તથા તેની સાથેના ભાઇએ લાલજી ભાઈ તોગીયાના દીકરા દિનને ઢીકાપાટુ મારવા લાગેલ અને મુંઢમાર મારવા લાગેલ અને આજુબાજુમાંથી માણસો જોવા લાગેલ અને ઘનશ્યામભાઇએ દિન ના ખીસ્સામાંથી મોબાઇલ એપલ કંપનીનો ફોન પડી હતા જે ઘનશ્યામભાઇએ રસ્તા ઉપર ઘા કરી દીધેલ અને ઘાશ્યામભાઇ દારૂ પીધેલ હોય તેવુ લાગતા આજુબાજુમાંથી માણસો ભેગા થવા લાગતા ઘનશ્યામભાઇ તથા તેમની સાથેના ભાઇ ત્યાથી જતા રહેલ અને દિન તેના ઘરે જતો રહેલ ત્યાં થી તેના પિતાએ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો અને બાબતને લઈ ને હરેશ ભાઈ તોગિયાએ જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને જસદણ પોલીસે ગુન્હો આઇ.પી.સી. કલમ – ૩૨૩,૫૦૪,૪૨૭,૧૧૭ મુજબ ફરિયાદ નોંધી બંને વ્યક્તિ ઉપર આગળની કામગીરી હાથ ધરી છે.