ગાંધીધામની મુસ્કુરાહટ સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ 100 કિશોરીઓને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતા મહેકાવી..

ગાંધીધામમાં વિસ્તારમાં અભ્યાસની સાથે સમાજમાં મુસ્કુરાહટ ફેલાવવાનો સંકલ્પ લઈને કામ કરતી મુસ્કુરાહટ સંસ્થાના સંચાલક અંજલિ સિંહ અને તેમની માતા સ્મિતા સિંહ દ્વારા સંચાલિત "મુસ્કુરહાટ " સંસ્થા માનનીય વડાપ્રધાનના આઝાદીના અમૃત મહોત્સવનું સ્વપ્ન, “સબકા સાથ, સબકા વિકાસ”, અંતર્ગત સ્થાનિક અને સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવાનો સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે અને કેટલાય નિરાધાર લોકો જે શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તા પર સૂતા હોય છે તેવા ગરીબો અને જરૂરિયાતમંદોને ઠંડીથી બચવા માટે ગરમ ધાબળાનું પણ વિતરણ આપવામાં કરી માનવતાનું કાર્ય કર્યું છે ત્યારે 

  "લોકલ ફોર વોકલ" અને સ્વચ્છ, સ્વસ્થ અને આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં એક ડગલું આગળ ભરવા તાજેતરમાં ગણેશનગર ઇન્ટર કોલેજ, કસ્તુરબા ગાંધી ગર્લ હોસ્ટેલમાં "ફૂડ એન્ડ ફ્રુટ પ્રિઝર્વેશન" વ્યવસાય કૌશલ્ય શીખવવામાં આવ્યું હતું અને કિશોરીઓમાં કોરોના વિશે જાગૃતિ ફેલાવી 

માસ્ક વિતરણ અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુ.અમિતા મહેતા, સ્મિતા સિંઘ, અંજલિ સિંઘ, અનુષા નાથાણી દ્વારા 100 જેટલા બાળકોને ગરમ ધાબળા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ભાવનગરમાં પોતાનો નાનો ગ્રહ ઉદ્યોગ ચલાવી રહેલા જાગૃતિ ભટ્ટે કિશોરીઓને વિવિધ ફળો અને શાકભાજી જામ, ચટણી અને શરબત બનાવવાનું શીખવવામાં આવ્યું હતું અને તેનો સ્વાદ માણવામાં આવ્યો

 આ પ્રસંગે સમાજના અગ્રણી અને જાગૃત સામાજિક કાર્યકરો સુશ્રી અમિતા મહેતા, સ્મિતા સિંઘ, જાગૃતિ ભટ્ટ, અનુષા નાથાણી, ચેતનાજી, લતાસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા...