મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ, સાહેબ રાજકોટ વિભાગ –રાજકોટ તેમજ શ્રી નિતેશ પાંડેય
સાહેબ, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા ગેરકાયદેસર હથીયારો ધરાવતા અસામાજીક તત્વોની માહીતી મેળવી, મળી
આવ્યે તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી પી.સી.સીંગરખીયા ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ
દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું,
જે અનુસંધાને ગઇ તા.૦૬/૦૧/૨૦૨૨ ના રોજ એ.એસ.આઇ. હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા સાથે પોલીસ
કોન્સટેબલ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી.લગત કામગીરી સબબ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ ને ખાનગીરાહે વિશ્ર્વાસુ બાતમીદાર મારફતે સંયુક્તમાં બાતમી હકિકત મળેલ કે રાયદેભાઇ પુંજાભાઇ પરમાર રહે.કેશોદ ગામ વાળા ઈસમ પાસે સક્ષમ અધિકારીના પાસ પરવાના વગરની ગેર કાયદેસર દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદુક(અગ્નિશસ્ત્ર) છે અને હાલ મજકુર ઇસમ કેશોદ ગામની સીમમાં જંગલી જાનવરના શીકાર અર્થે ગયેલ છે આમ, હકીકત મળતા તુરત જ જરૂરી કાર્યવાહી કરી અને વોચમાં હોય તે દરમ્યાન મળેલ હકીકત મુજબ ઉપરોક્ત નામ તથા વર્ણન વાળો ઇસમ દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે રાખી નીકળતા મળી આવેલ જેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાયદેભાઇ પુંજાભાઇ પરમાર જાતેડફેર ઉ.વ.૫૨ ધંધો. ખેતીવાડી રહે. કેશોદગામની સીમ આવળ માતાજીના મંદીર પાસે તા.જામ ખંભળીયા જિ.દેવભૂમિ દ્વારકા વાળો હોવાનુ જણાવેલ તેમજ મજકુર ઇસમના કબ્જમાં રહેલ દેશી હાથ બનાવટની જામગરી બંદુક રાખવા અંગેનો કોઇ સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવતો પાસ પરવાનો નહીં હોવાનું જણાયેલ જેથી પાસ પરવાના વગર ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદુક રાખવા અંગે તેના વિરૂધ્ધમાં હથીયારધારા કલમ ૨૫૫૧-બી)(એ) મુજબનો ગુન્હો જામ ખંભાળીયા પોલીસ સ્ટેશના ખાતે નોંધાવી વધુ તપાસ અર્થે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ આરોપી -
(૧) રાયદેભાઇ પુંજાભાઇ પરમાર જાતે ડફેર ઉં.વ.પર ધંધો ખેતીવાડી રહે, કેશોદગામની સીમ આવળ માતાજીના મંદીર
પાસે તા.જામ ખંભળીયા જિ.દેવભૂમિ દ્વારકા
કામગીરી કરનાર ટીમ :-
(૧) શ્રી પી.સી.સીંગરખીયા, ઇન્ચા પોલીસ ઇન્સપેક્ટર, (૨) શ્રી હરદેવસિંહ જાડેજા, એ.એસ.આઇ.,
(3) શ્રી ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા,
(૪) શ્રી મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ,
(૫) શ્રી સંજયભાઇ કરણાભાઇ વારોતરીયા,